બ્રહ્માકુમારીઝ રશિયાની ડાયરેક્ટર બ્રહ્માકુમારી સુધા બહેને રસિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભિવાદન કર્યું

રશિયામાં માત્ર એક બ્રહ્માકુમારીઝ અધ્યાત્મ સંસ્થાને ભારતીય સંસ્કૃતિ રાજયોગા માટે પરમિશન. આબુ તા. 10- 7 -2024 વૈશ્વિક અધિયાત્મસંસ્થા બ્રહ્માકુમારીઝ અને 140 દેશોમાં ભારતીય દિવ્ય સંસ્કૃતિ અને રાજયોગા માટે પરમિશન મળેલ છે. જેમાં રશિયા પણ છે, જ્યાં માત્ર સંસ્થાને જ પરમિશન મળેલ છે.

બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદીના જણાવ્યાનુસાર ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રસિયા આગમન સમયે ભારતનું પ્રતિનિધિત્વ કરતી રશિયાની ડાયરેક્ટર બી.કે. સુધાબેનને પ્રથમ હરોળમાં અભિવાદન કરવાની તક મળેલ જેમાં સંસ્થાના ગ્રુપ દ્વારા અભિવાદન કરવામાં આવેલ.

અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયન લોકો દર વર્ષે મોટી સંખ્યામાં સંસ્થાના મુખ્યાલય આવી ઈશ્ર્વરીયજ્ઞાન અને રાજયોગાનો લાભ લે છે અને સંપૂર્ણ શાકાહારી સાત્વિક ભોજન યોગી જીવન અપનાવે છે તથા રશિયા ગવર્મેન્ટના અનેક વિભાગોમાં યોગા માનવીયમૂલ્યો અને સકારાત્મક જીવન શૈલી પર બ્રહ્માકુમારીઝના કાર્યક્રમો થતા રહે છે તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન માટે રશિયન કલાકારોને તૈયાર કરી ભારતભરના મેગાસિટીમાં બ્રહ્માકુમારી સુધાબેન કાર્યક્રમો કરાવે છે. જેને માટે ભારતની નારી ગૌરવનું સન્માન વારંવાર પ્રાપ્ત થાય છે.