બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કર્યા:રેપ કરી દુપટ્ટાથી ગળું દબાવ્યું, જંગલમાં કૂતરાને બોડી પાર્ટ ખાતા જોઈને હત્યાનું રહસ્ય ખૂલ્યું

ઝારખંડના ખુંટીમાં એક ભયાનક ઘટના સામે આવી છે. બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડના 50 ટુકડા કર્યા અને ફેંકી દીધા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કૂતરો યુવતીના શરીરનો ભાગ ખાઈ રહ્યો હતો. ગામલોકોએ જોયું તો પોલીસને જાણ કરી.

બોયફ્રેન્ડે આ હત્યા એટલા માટે કરી કારણ કે તે અન્ય યુવતી સાથેના તેના સંબંધોનો ગર્લફ્રેન્ડ વિરોધ કરી રહી હતી. પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પહેલા પ્રેમીએ યુવતી સાથે સંબંધ બાંધ્યા હતા. તે પછી તેણે તેના જ દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું. મૃત્યુ બાદ તેણે લાશના 50 ટુકડા કરી નાખ્યા અને ઘરથી 500 મીટર દૂર જંગલમાં ફેંકી દીધા.પોલીસને હજુ સુધી શરીરનો સંપૂર્ણ ભાગ મળ્યો નથી. હાલ યુવતીનું માથું, બે હાથનાં હાડકાં અને વાળ મળી આવ્યા છે. પોલીસે આરોપી બોયફ્રેન્ડની ધરપકડ કરી છે.

આ ઘટના ખુંટીના જરિયાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના ભગવાન પંજ ટોંગરીની છે. પોલીસને 24 નવેમ્બરના રોજ યુવતીના શરીરના કેટલાક ટુકડા, તેનું ફાટેલું આધાર કાર્ડ અને બેંક પાસબુક મળી આવી હતી. આ પછી યુવતીની ઓળખ થઈ હતી. જ્યારે પોલીસે ગ્રામજનોની પૂછપરછ શરૂ કરી તો તેમને યુવતીના પ્રેમી વિશે ખબર પડી. પોલીસે 26 નવેમ્બરે પ્રેમીની કડક પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો અને સમગ્ર ઘટના જણાવી હતી.

આરોપી નરેશ ભંગરાએ પોલીસને જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડ ગાંગી સિવાય તે અન્ય યુવતીના સંપર્કમાં આવ્યો હતો. ગર્લફ્રેન્ડને આ વાતની જાણ થતાં તે યુવક પાસે પહોંચી હતી. ગર્લફ્રેન્ડે કહ્યું- ‘જ્યારે તું બીજી છોકરી સાથે રહે છે તો મને મારા ગામ માલગો જવા દે. તેમજ મેં આપેલા પૈસા મને પાછા આપી દે.’ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આરોપીએ ગર્લફ્રેન્ડની હત્યા કરી હતી.

SDPO ક્રિસ્ટોફર કેરકેટાએ કહ્યું- આરોપી નરેશ ભંગરાની ધરપકડ કરવામાં આવી છે. તે બેંગલુરુમાં ચિકન શોપમાં કામ કરતો હતો. ત્યાં મરઘીઓના ટુકડા કરતો હતો. તેથી મૃતદેહના ટુકડા કરવામાં તેને કોઈ સંકોચ નહોતો. મૃતકની ઓળખ ગંગી કુમારી (24) તરીકે થઈ છે, જે માલગો જાત્રા ટોલી, લપુંગની રહેવાસી છે. યુવતીના ગામમાં નરેશનું મામાનું ઘર હતું. તે તેના મામાના ઘરે જતી વખતે, ગાંગી અને નરેશ પ્રેમમાં પડ્યાં હતાં.

દોઢ વર્ષ સાથે રહ્યાં પછી ગાંગી કામ માટે તમિલનાડુના ત્રિપુરા ગઈ અને નરેશે બેંગલુરુમાં કામ કરવાનું શરૂ કર્યું. તે દરમિયાન નરેશને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. બંનેને એક પુત્ર પણ છે.

અહીં જ્યારે ગાંગીને મામલાની જાણકારી મળી તો તે બેંગલુરુ આવી ગઈ. 6 નવેમ્બરે નરેશ ગાંગી સાથે હટિયા સ્ટેશન આવ્યો હતો. ત્યાંથી 8મી નવેમ્બરની સાંજે હું ગાંગી સાથે જોજોદાગ જવા નીકળ્યો. પરંતુ તે ગાંગીને ગામ નજીક ભગવાન પંજ ટોંગારી લઈ ગયો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

એસડીપીઓએ જણાવ્યું કે આરોપીના કહેવા પ્રમાણે, જ્યારે ગાંગીએ તેને તેના પૈસા પરત કરવા કહ્યું ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો. આ પછી, નરેશે ગંગીનું તેના દુપટ્ટાથી ગળું દબાવી દીધું અને તેના શરીરના ટુકડા કરી દીધા અને તેને દાટી દીધી. એસડીપીઓએ કહ્યું કે પોલીસે ઘટનાસ્થળેથી યુવતીની હત્યામાં વપરાયેલી કુહાડી મળી આવી હતી.