કહેવાય છે કે, લોકો પોતાના પ્રેમને મેળવવા માટે કોઈપણ હદ સુધી ચાલ્યા જાય છે. ઘણી વખત તો લોકો પ્રેમને ખાતર મર્ડર પણ કરી નાખે છે, પરંતુ એક પ્રેમ કહાનીમાં એવું થયુ છે જેના વિશે જાણીને તમારા પણ રૂંવાડા ઊભા થઈ જશે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મહિલાનો બોયફ્રેન્ડ કોઈ બીજી મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. ત્યારે ગર્લફ્રેંડે જે કર્યું છે તેના વિશે સાંભળીને બધાના રુવાંડા ઊભા થઈ ગયા. જણાવવામાં આવી રહ્યું છે કે, મહિલાએ ન માત્ર પોતાના બોયફ્રેન્ડની હત્યા કરી દીધી, પરંતુ તેના ટુકડે-ટુકડા કરી કુતરાઓ અને લોકોને ખવડાવી દીધા.
મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે
આ ઘટના સંયુક્ત અરબ અમીરાતની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક મહિલાનો એક શખ્સ સાથે 7 વર્ષ સંબંધ હતો. બંનેની વચ્ચે 10 વર્ષનું અંતર હતું, પરંતુ વચ્ચે મહિલાને જાણવા મળ્યું કે, તેણીનો બોયફ્રેંડ કોઈ બીજી મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. જે તે સહન કરી શકી નહી અને તેણીએ પોતાના બોયફ્રેંડનું મર્ડન કરવાનો પ્લાન બનાવ્યો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મોરક્કોમાં આ વારદાતને અંજામ આપવામાં આવ્યો. છોકરો પોતાની ગર્લફ્રેંડના ઘરે પહોંચ્યો અને કહ્યું કે, તે બીજી મહિલા સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. આ સાંભળી મહિલાએ તેની હત્યા કરી દીધી. ત્યારબાદ ડેડ બોડીના ટુકડે-ટુકડે કરી દીધા.
મહિલાએ ગુનાહને સ્વીકાર કરી લીધું
રિપોર્ટ પ્રમાણે, મહિલાએ અરબની પારંપરિક ડિસ મૈચબૂશમાં શખ્સના કેટલાક ભાગને નાખી પકાવી નાખ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ડિશ બિરયાનીની જેમ હોય છે. તેમણે કેટલાક લોકોને આ ડિશ ખવડાવી દીધી. તો શરીરના કેટલા ભાગને તેણે કુતરાને ખવડાવી દીધી. કેટલાક સમય બાદ તે શખ્સનો ભાઈ શોધતા-શોધતા મહિલાના ઘરે પહોંચ્યો. જ્યાં તેને પોતાના ભાઈના દાંત મળ્યા અને તેને શક થયો તો તેમને પોલીસને તેની સૂચના આપી. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને મહિલાની પૂછપરછ કરવાની શરૂ કરી દીધી. ત્યારબાદ મહિલાએ આ ગુનાનો સ્વીકાર કરી લીધો. ત્યારબાદ મહિલાને માનસિક હોસ્પીટલ લઈ જવામાં આવી અને તેની તપાસની કરવામાં આવી રહી છે, પરંતુ આ ઘટનાને આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે.