
મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આજકાલ પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી પોતાની લવ લાઈફને લઈને એકદમ ખુલીને બોલી રહી છે, હાલમાં તે શિખર પહાડિયાને ડેટ કરી રહીની વાત પણ સ્વીકારી હતી. આવી સ્થિતિમાં ઘણી વખત તેઓ સાથે ઈવેન્ટ્સ અથવા આઉટિંગ કરતા જોવા મળ્યા છે.પરંતુ હવે આ કપલ વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર છે કે જાહ્નવી કપૂર અને તેની મિત્ર સારા તેંડુલકરની મિત્રતામાં ખટાશ આવી ગઈ છે અને તેનું કારણ જાહ્નવીનો બોયફ્રેન્ડ છે. આખરે શું છે આ સમગ્ર મામલો? જાણો અહીં.
થોડા દિવસો પહેલા જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા સારા તેંડુલકર સાથે પાર્ટી કરતો જોવા મળ્યો હતો. પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ હતી. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે જાહ્નવીએ સારાને સોશિયલ મીડિયા સાઈટ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધી છે. થોડા સમય પહેલા, અભિનેત્રી સારાની તમામ તસવીરો પર લાઈક અને કોમેન્ટ કરતી હતી, પરંતુ હવે તેણે અચાનક જ ઈન્સ્ટાગ્રામ પરથી સારાને અનફોલો કરી દીધી છે.
જો કે હજુ સુધી શું થયું અને શા માટે જાહ્નવીએ આ પગલું ભર્યું તે અંગે કોઈ માહિતી મળી નથી. પરંતુ આ જોઈને ઘણા લોકો કહે છે કે અભિનેત્રીનો બોયફ્રેન્ડ આનું કારણ હોઈ શકે છે. કોફી વિથ કરણ ૮માં જાહ્નવી કપૂરે તેના અને શિખરના સંબંધો વિશે કબૂલાત કરી હતી. અભિનેત્રીએ આ દરમિયાન તેની પ્રશંસા પણ કરી અને જણાવ્યું કે તે તેને કેવી રીતે સપોર્ટ કરે છે.
સારા અને શિખરને એક્સાથે જોયા બાદ ફેન્સ પણ વિવિધ સવાલો ઉઠાવી રહ્યા છે. સારાનું શિખર સાથે હેંગઆઉટ કરવાનું અભિનેત્રીને પસંદ ન આવ્યું હોવાને કારણે જાહ્નવીએ સારાને અનફોલો કરી દીધી હોય લાગી રહ્યું છે.
જાહ્નવી કપૂરે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાના કારણે સચિન તેંડુલકરની દિકરી સારા તેંડુલકરને અનફોલો કરી દીધી છે. તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા સારા તેંડુલકર શિખર પહાડિયા સાથે જોવા મળી હતી. બંને એક સાથે પાર્ટીમાં ગયા હતા. જે પછી સારા તેંડુલકર અને જાહ્નવી કપૂરે એકબીજાને પોતપોતાના ફ્રેન્ડ લિસ્ટમાંથી કાઢી નાખ્યા છે.