અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘પુષ્પા-2: ધ રૂલ’ 5 ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે, જે બોક્સ ઓફિસ પર સતત મોટા રેકોર્ડ બનાવી રહી છે. આ ફિલ્મે હિન્દી ભાષામાં ત્રીજા દિવસે 205 કરોડની કમાણી કરીને ફિલ્મ ‘જવાન’ એન્ડ ‘એનિમલ’નો રેકોર્ડ તોડી નાખ્યો છે. હવે આ ફિલ્મ હિન્દી ભારતમાં ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. જ્યારે તમામ 6 ભાષાઓમાં ફિલ્મે ત્રીજા દિવસે ભારતમાં 387.95 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 598.90 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
તાજેતરમાં જ ટેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું ત્રીજા દિવસનું કલેક્શન (હિન્દી) રિલીઝ કર્યું છે. તેણે લખ્યું છે કે, પહેલા 3 દિવસ ‘પુષ્પા 2’ ફરી મોખરે છે.
5 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘પુષ્પા 2’ એ હિન્દી બેલ્ટમાં પ્રથમ 3 દિવસમાં 205 કરોડ રૂપિયાની કમાણી કરીને શાહરૂખની ‘જવાન’નો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેણે ત્રણ દિવસમાં 180 કરોડ રૂપિયાની કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પછી રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ છે, જેણે ત્રણ દિવસમાં 176.85 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ પછી ત્રીજા સ્થાને શાહરૂખની ફિલ્મ ‘પઠાણ’ રહી જેણે 3 દિવસમાં 161 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ત્રણ દિવસમાં સૌથી વધુ કમાણી કરનાર ટોપ 10 હિન્દી ફિલ્મો-
- પુષ્પા 2 (હિન્દી) – 205 કરોડ
- જવાન- 180.45 કરોડ
- એનિમલ- 176.58
- પઠાણ- 161 કરોડ
- ટાઇગર 3- 144.50 કરોડ
- KGF 2 (હિન્દી) – 143.64 કરોડ
- સ્ત્રી 2- 136.40 કરોડ
- ગદર 2- 134.88 કરોડ
- બાહુબલી 2 (હિન્દી) – 128 કરોડ
- સંજુ- 120.06 કરોડ
વર્લ્ડવાઈડ ‘પુષ્પા-2’ એ 598.90 કરોડની કમાણી કરી છે બોક્સ ઓફિસ કલેક્શન ટ્રેકિંગ વેબસાઈટ Sacnilk.comના રિપોર્ટ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે ભારતમાં તમામ 6 ભાષાઓમાં 387.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી 598.90 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. રવિવારે ફિલ્મની કમાણીમાં ઉછાળો આવવાની આશા છે.