મુંબઈ, ’બાહુબલી’ ફેમ પ્રભાસ સ્ટારર ફિલ્મ ’સાલાર’ ગત વર્ષની સફળતમ પેન ઈન્ડીયા ફિલ્મ સાબીત થઈ રહી છે. એકલા હિન્દી વર્ઝને જ રિલીઝના ૧૦ દિવસમાં ૧૫૦ કરોડ જેટલી કમાણી કરી લીધી છે. ’કેજીએફ’ ફેમ પ્રશાંત નીલ નિર્દેશિત આ ફિલ્મે કમાણીમાં શાહરુખખાન સ્ટારર ફિલ્મ ’ડંકી’ને પાછળ રાખી દીધી છે.
હોમ્બળે ફિલ્મ્સની સાલાર પાર્ટ-૧-સીઝફાયર’માં પ્રભાસ ઉપરાંત શ્રુતિ હસન, પૃથ્વીરાજ સુકુમારન, જગપતિ બાબુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે. હાલ પણ ફિલ્મ થિયેટરોમાં શાનદાર દેખાવ કરી રહી છે. આ ફિલ્મે પ્રથમ દિવસે જ વર્લ્ડવાઈડ ૧૭૮.૭ કરોડની કમાણી કરીને સૌને ચોંકાવી દીધા હતા. અ ગ્રાન્ડ એકશન ફિલ્મને જોવા દર્શકો થિયેટરોમાં આવી રહ્યા છે. ફિલ્મો દર્શકો પ્રભાસના પર્ફોર્મન્સ અને એકશન સિકવન્સને પસંદ કરી રહ્યા છે.
આ ફિલ્મે ૧૦ દિવસની કમાણીમાં ’કેજીએફ-૧’, ’બાહુબલી-૧’ જેવી ફિલ્મોને પાછળ રાખી દીધી છે. અત્યાર સુધીમાં ’સાલાર’ની કમાણીનો આંકડો ૫૦૦ કરોડને પાર થયો છે. હજુ પણ ફિલ્મની ગતિ ધીમી નથી પડી, વધુ કમાણી કરી શકે છે.