બોક્સ ઓફિસ છવાઈ ’જવાન’, અનેક રેકોર્ડ તોડી કરી ૨૦૦ કરોડની કમાણી

મુંબઇ,\ ઘણા મહિનાઓ પછી બોક્સ ઓફિસ પર કોઈ ફિલ્મનો જાદુ છવાયો છે, માત્ર ૨ દિવસમાં શાહરૂખ ખાનની ફિલ્મ ’જવાન’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો હતો અને સારી કમાણી કરી રહી છે. જ્યારે ’જવાન’એ તેના શરૂઆતના દિવસે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા હતા, જ્યારે બીજા દિવસે ફિલ્મના બિઝનેસમાં ઘટાડો જોવા મળ્યો હતો.

’જવાન’એ રિલીઝના પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો અને ફિલ્મે માત્ર ૫૩ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે શાહરૂખ ખાનની ફિલ્મના ત્રીજા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. અહેવાલ અનુસાર, ’જવાન’એ ત્રીજા દિવસે ૭૪.૫ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે ફિલ્મનું ટોટલ કલેક્શન ૨૦૨.૭૩ કરોડ થઈ ગયું છે.

આ ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં ૨૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. રિલીઝ થતાની સાથે જ ’જવાન’એ ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મનો ખિતાબ પોતાના નામે કર્યો. આ પહેલા સની દેઓલની મોસ્ટ અવેટેડ સિક્વલ ફિલ્મ ’ગદર ૨’ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી હતી. જોકે, ’જવાન’ રિલીઝ થયા બાદ ’ગદર ૨’ પર અસર જોવા મળી છે.