બોટાદ, બોટાદ જિલ્લાના ઇશ્ર્વરીયા ગામના લોકો જીવના જોખમે કરી રહ્યા છે. રસ્તો પાર ઇશ્ર્વરીયાથી સીમ વિસ્તારમાં કે બોટાદ તરફ જવા માટે પોતાના જીવને જોખમમાં મુકીને વહેતા પાણીમાંથી ચાલીને જવા થયા છે. મજબુર ગામ લોકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ગામના લોકો છેલ્લા ઘણા વર્ષોથી જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર થયા છે, ત્યારે તાત્કાલિક નદી પર પુલ બનાવવામાં આવે તેવી ગામલોકો માંગ કરી રહ્યા છે.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઇશ્ર્વરીયા ગામે આવેલ આ છે ઘેલો નદી અને ઘેલો નદીમાંથી લોકો આવી રીતે જીવન જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે. જ્યારે અમે અહીંયા પહોંચ્યા તો આવા દ્રશ્યો જોવા મળ્યા લોકોને ઇશ્ર્વરીયાથી બોટાદ તરફ જવું હોય તો ૪૦ થી વધુ કિલોમીટર અંતર કાપીને વાયા ગઢડા થઈને જવું પડે છે. જો આ રસ્તો શરૂ હોય નદીમાં પાણી ન હોય તો ઇશ્ર્વરીયાથી બોટાદ માત્ર ૨૦-૨૨ કિલોમીટરનો અંતર થાય છે.બીજી તરફ ગામના સમાકાંઠે ૭૦ ટકા જેટલા ખેતરો આવ્યા છે લોકોને વાડીએ જવું હોય તો પણ અહીં ઘેલો નદીના વહેતા પાણીમાંથી જીવના જોખમે પસાર થવું પડે છે. ગામલોકોએ જણાવ્યા મુજબ અહીં ઘેલો નદીમાં એક યુવાનનું પણ ડૂબી જવાથી મોત થયું હતું અને એક મહિલા પણ અહીં ચાલતા ચાલતા તણાઈ હતી. સદનસીબે ગામલોકોએએ મહિલાને બચાવી લીધી હતી.
ગામલોકોએ જણાવ્યું કે, અનેક વાર કલેકટર સુધી તંત્રને લેખિત તેમજ મૌખિક રજુઆત કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી ત્યારે ગામલોકોની બસ એક જ માંગ છે કે વહેલમાં વહેલી તકે અહીંયા પુલ બનાવવામાં આવે.