બોટાદ, બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા લાખણકા-અડતાળા ગામ વચ્ચે રાત્રે લૂંટની ઘટના બની હતી. જેમાં દામોદર ઓઇલ મીલના સેલ્સ કર્મચારી પાસેથી રૂપિયાની લૂંટ થઇ હતી. સેલ્સ કર્મચારી ઓઈલના રૂપિયા લઈને ઉમરાળાથી જસદણ તરફ જતો હતો, તે દરમિયાન અજાણ્યા બે શખ્સોએ આંખમાં મરચું નાંખીને રૂપિયા ૩.૫૫ લાખ લૂંટી લીધા, તેવી કર્મચારીની રાવ છે.
ભોગ બનનાર કર્મચારીનું નામ નારણ કુમાખાણીયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. તેમજ ડીવાયએસપી એલસીબી એસઓજી અને ડોગ સ્કવોડનો કાફલો પણ તપાસમાં જોડાયો હતા.