
છેલ્લા કેટલાક દિવસ થી ઘોઘંબા તાલુકાનું બોર ગામ ના સરપંચ સામે કેટલાક સ્થાનિક લોકો દ્વારા ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર ના આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા જેના કારણે બોર ગામ ચર્ચા માં આવ્યું હતું.
ત્યારે આજે બપોરે બોર ગ્રામ પંચાયત ના ગ્રામજનો દ્વારા મોટી સંખ્યા માં સરપંચ ના સમર્થન માં ઉમટી ને સરપંચ સામે કરવામાં આવેલા તમામ આરોપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું અને સરપંચ રાયસિંગભાઈ દ્વારા કોઈ ગેરવહીવટ કરાયો નહીં હોવાની રજુઆત સાથે સરપંચ ને ધમકાવનારા તત્વો સામે દામાવાવ પોલીસ સ્ટેશનમાં અરજી આપી રજુઆત કરી હતી જેમાં ખૂબ મોટી સંખ્યામાં બોર ગામ ના ગ્રામજનો હાજર રહ્યા હતા અને સરપંચ ના તમામ કાર્યો પ્રજાની સુખ અને સુવિધા માટે જ હોવાનું જણાવ્યું હતું જ્યારે સરપંચ દ્વારા ગ્રામજનો પાસે જ ફેંસલો લાવવાની વાત કરતાં જણાવ્યું હતું કે જો મારા પંચાયત ના લોકો ને મારા માં વિશ્વાસ ના હોય તો રાજીનામુ આપવા પણ તૈયાર છે તેમ જણાવતાં હાજર લોકો એ સરપંચ ની સાથે હોવાનું એક અવાજે જણાવ્યું હતું અને સરપંચ માં વિશ્વાસ જાહેર કર્યો હતો

રિપોર્ટર : યોગેશ કનોજીયા