લો બોલો કે કે હાઈસ્કૂલના આચાર્ય શિક્ષકો દ્વારા સ્કૂલના પાઠ પુસ્તકો ગોધરાની એક સ્ક્રેપની દુકાને મારૂતિ વાન આખી ભરી વેચી દેતા ચકચાર મચી જતાં વાલીઓમાં અનેક ગણગણાટ વ્યાપ્યો છે. અને વાલીઓમાં ચર્ચાતી ચર્ચાઓ અનુસાર
એક તરફ સરકાર અને શિક્ષણના સેવાભાવી દાતા શિક્ષણને આગળ વધારવા અને મધ્યમ વર્ગના બાળકો અભ્યાસથી વંચિત ના રહે તે હેતુથી નોટ તથા પાઠપુસ્તકો શાળાઓમાં દાન કરે છે. કાતો મફત સરકારી યોજન હેઠળ વિતરણ કરવામાં આવતા હોય છે. અને પાસ થયેલા વિદ્યાર્થીઓ દ્વારા પણ ગરીબ વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે જે હેતુ થી વપરાયેલા પુસ્તકો જમાં કરાવીને બુકબેન્ક ચલાવવામાં આવે છે. પરંતુ અહીં તદ્દન ઉલ્ટીગંગા વહીને શાળામાં અભ્યાસ કરતા બાળકોને મફતમાં આપવામાં આવતા હોય છે. ત્યારે તેઓનું સત્ર પૂર્ણ થતાં આચાર્ય દ્વારા બાળકો પાસેથી પાઠ પુસ્તકો પાછા મેળવી ભેગા કરી બારોબાર વેચી રોકડી કરી લેતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના કારણે શિક્ષણ ઉપર લાંછન લાગી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે વેજલપુર ગામના કે.કે. હાઈસ્કૂલના આચાર્યએ ઉચ્ચ અધિકારીની મંજુરી કે જાહેર હરાજી કે નિતિનિયમોને અનુસરવાના બદલે બારોબાર કિમતી અને ઉપયોગી એવા પાઠ્યપુસ્તકોને સ્ક્રેપમાં ખપાવી દેવામાં આવતાં અને ગામમાં કોઇને ખબર ન પડે તેમ વેજલપુર ગામ છોડી ગોધરામાં વેચી દેતા ચકચાર મચી ગઇ છે.