- બોમ્બે હાઈકોર્ટનો ચોંકાવનારો ચુકાદો
- 13 વર્ષની સગીર છોકરીના બળાત્કારીને છોડી મૂક્યો
- આકર્ષણને કારણે બંધાયો યૌન સંબંધે એવું કારણ આપ્યું
મહારાષ્ટ્રમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં બોમ્બે હાઈકોર્ટની નાગપુર બેંચે 13 વર્ષની બાળકી પર બળાત્કારના આરોપીને જામીન આપ્યા છે. નવાઈની વાત એ છે કે આરોપીને જામીન આપતી વખતે હાઈકોર્ટના જસ્ટિસે આ કૃત્યને ગુનો ગણ્યો ન હતો. હાઈકોર્ટના જસ્ટિસે કહ્યું કે આ બળાત્કાર નહીં પરંતુ બંને વચ્ચેનો પ્રેમ સંબંધ હતો. કથિત જાતીય સંબંધ વાસનાથી નહીં પરંતુ આકર્ષણથી બંધાયો હતો. આરોપીને જામીન આપ્યા બાદ જસ્ટિસે કરેલી ટિપ્પણીને લઈને વિવાદ શરૂ થયો છે. આરોપીઓને જામીન આપવા અંગે અનેક લોકોએ સવાલો ઉઠાવ્યા છે.
જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાળકેએ કહ્યું કે છોકરીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેણે સ્વેચ્છાએ પોતાનું ઘર છોડ્યું હતું અને આરોપી સાથે રહી હતી. આરોપીની ઉંમર 26 વર્ષની છે. બન્નેએ તેમના સંબંધનો સ્વીકાર કર્યો હતો. જસ્ટિસ ઉર્મિલા જોશી-ફાલ્કેએ આદેશ અનુસાર કહ્યું, ‘એવું લાગે છે કે શારીરિક સંબંધની કથિત ઘટના બે યુવા વચ્ચે આકર્ષણના કારણે હતી અને એવું નથી કે અરજદારે પીડિતાનું યૌન શોષણ કર્યું છે.
પીડિતાના પિતાએ ઓગસ્ટ 2020માં પોલીસ સ્ટેશનમાં તેમની 13 વર્ષની પુત્રી ગુમ થયાની ફરીયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે છોકરીને 26 વર્ષના છોકરાના ઘરમાંથી શોધી કાઢઈ હતી. તે વખતે છોકરીએ કહ્યું હતું કે તે નીતિન દામોદર ધાબેરાવને પ્રેમ કરે છે અને તેની સાથે રહેવા માંગે છે. જો કે, બાળકી માત્ર 13 વર્ષની હતી, જેથી પોલીસે નીતિનની ધરપકડ કરી, બાળકીને શોધી કાઢી અને તેના પરિવારને સોંપી. પીડિતાના પિતાની ફરિયાદના આધારે પોલીસે નીતિનની 30 ઓગસ્ટ, 2020 ના રોજ અરજદારની ધરપકડ કરી અને તેને જેલમાં મોકલી દીધો. તેમની સામે 26 ઓક્ટોબર 2020ના રોજ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.
છોકરીએ તેની જુબાનીમાં જણાવ્યું હતું કે તેણી અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેણે તેણીને લગ્નનું વચન આપીને ફસાવી ન હતી. કોર્ટે કહ્યું કે ટ્રાયલમાં કોઈ પ્રગતિ થઈ નથી અને 13 વર્ષની છોકરીની સંમતિથી કોઈ ફરક પડતો નથી. કોર્ટે કહ્યું કે તપાસ અધિકારી દ્વારા નોંધવામાં આવેલા નિવેદનો તેમના ઘરેથી સ્વૈચ્છિક વિદાયનો સંકેત આપે છે. અદાલતે તારણ કાઢ્યું હતું કે કથિત ઘટના બળજબરીથી હુમલો કરવાના કેસને બદલે બે યુવાનો વચ્ચેના સહમતિથી બનેલા સંબંધોનું પરિણામ હોવાનું જણાય છે. ધરપકડ બાદ આરોપીએ લગભગ 3 વર્ષ જેલમાં વિતાવ્યા હતા, જેને કોર્ટે આરોપીને જામીન આપતી વખતે પણ ધ્યાનમાં લીધા હતા.
સામાન્ય રીતે સગીર છોકરી પર રેપ કરનારને હાઈકોર્ટ જામીન નથી આપતી, સગીર રેપ બિન જામીનપાત્ર ગુનો છે પરંતુ આ કિસ્સામાં હાઈકોર્ટે સગીરાના રેપિસ્ટને જામીન આપી દીધો છે જેને હેરાનીભર્યો ચુકાદો ગણવામાં આવી રહ્યો છે.