બોલિવુડ સ્ટાર્સના ફરી જામનગરમાં અંબાણી પરિવારને ત્યાં ધામા

જામનગર, બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાન સોમવારના રોજ મોડી રાત્રે મુંબઈથી જામનગર પહોંચી ગયો છે. જામનગરમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થશે. સલમાન ખાનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારબાદ જામનગર એરપોર્ટ પર પણ સલમાન ખાન જોવા મળ્યો હતો.સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ખાન કાળા રંગના ટી-શર્ટ અને બ્લુ ડેનિમ પહેરેલો જોવા મળી રહ્યો છે.

સલમાન ખાનની સાથે તેનો બોડીગાર્ડ શેરા પણ જોવા મળી રહ્યો છે. સલમાન ખાન સિવાય ઓરી પણ જામનગર પહોંચી ગયો છે.અનંત અંબાણીના જન્મદિવસનું સેલિબ્રેશન જામનગરમાં થશે. મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી જાહન્વી કપુર પણ તેના બોયફ્રેન્ડની સાથે અનંત અંબાણીના બર્થ ડે પાર્ટીમાં આવી શકે છે.તમને જણાવી દઈએ કે, રિયાલન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દિકરા ૧૦ એપ્રિલના રોજ ૨૯ના રોજ જન્મદિવસ ખુબ શાનદાર રીતે ઉજવવામાં આવશે.

આ પહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં ૩ દિવસ સુધી પ્રી વેડિંગ સેલિબ્રેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેલિબ્રેશનમાં બોલિવુડથી લઈ હોલિવુડ સુધીના સ્ટાર તેમજ બિઝનેસમેન, નેતા અને રમત-ગમતના દિગ્ગજ ખેલાડીઓ પણ સામેલ થયા હતા.ફરી એક વખત ૧૦ એપ્રિલના રોજ અનંત અંબાણીના જન્મદિવસ સમારોહનું મોટું આયોજન જોવા મળી શકે છે. ૨ દિવસ પહેલા જ બોલિવુડ સ્ટારે જામનગરમાં ધામા નાંખ્યા છે.

અનંત અંબાણી અને રાધિકાને પ્રી વેડિંગમાં મોંઘી ગિફટો પણ મળી હતી. રિપોર્ટ્સ અનુસાર શાહરૂખે રાધિકા-અનંતને એક મોંઘી કાર મસડીઝ બેન્ઝ ૩૦૦ જીન્ઇ ગિટ કરી છે. આ કારની કિંમત ૫ કરોડ રૂપિયા છે. અન્ય એક અહેવાલ મુજબ સલમાન ખાને અનંતને કસ્ટમાઈઝ્ડ ઘડિયાળ આપી છે અને રાધિકાને હીરાની બુટ્ટી છે.