મુંબઇ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનું આજે સવારે નિધન થયું છે.વડાપ્રધાન મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર સમગ્ર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. આવી સ્થિતિમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે પણ પીએમ મોદીની માતા હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
અભિનેત્રી કંગના રનૌતે પીએમ મોદીની માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક પ્રતિક્રિયા આપી છે. તેણે પીએમ મોદી અને તેમની માતા હીરા બાનો ફોટો મૂક્યો અને તેના પર લખ્યું- ‘ભગવાન આ મુશ્કેલ સમયમાં વડા પ્રધાનને ધૈર્ય અને શાંતિ આપે, ઓમ શાંતિ’.
કંગના રનૌતે ઘણી વખત વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે. કંગના દેશભક્તિ બતાવવાનો કોઈ મોકો છોડતી નથી. જો કે વડાપ્રધાનના માતા હીરાબેનના નિધન પર સમગ્ર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. દુ:ખની આ ઘડીમાં દરેક વ્યક્તિ દેશના વડાપ્રધાનની સાથે છે. તમને જણાવી દઈએ કે ૧૦૦ વર્ષની ઉંમરે હીરાબેન મોદીએ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.
બોલિવુડ અભિનેતા અનુપમ ખેરે પણ પીએમ મોદીની માતા હીરા બાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે. તેમણે કહ્યું કે, દેશની દરેક માતાના આશીર્વાદ તમારા પર છે મારી માતા પણ.અક્ષય કુમારે પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ’માતાને ગુમાવવાનું દુ:ખ સૌથી મોટું છે. ભગવાન તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.’કપિલ શર્માએ કહ્યું હતું, ’વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, માતાનું જવું સૌથી મોટું દુ:ખ હોય છે. તેમના આશીર્વાદ હંમેશાં તમારી સાથે રહેશે. ભગવાન માતાજીને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના. ઓમ શાંતિ’ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું, ’શ્રી નરેન્દ્ર મોદી પ્રત્યે મારી સંવેદાના. ભારત માતાના સપૂતની માતાનું કર્મયોગી જીવન આપણને બધાને પ્રેરણા આપતું રહેશે. ઓમ શાંતિ.’
સાઉથ સુપરસ્ટાર ચિરંજીવી કહ્યું હતું, ’આપણા માનનીય વડાપ્રધાનના માતાના નિધનથી ઘેરો આઘાત લાગ્યો. તેઓ અસાધારણ જીવન જીવતા હતા. સ્વર્ગલોક તરફ પ્રસ્થાન કરનાર દિવ્ય આત્માને મારી શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ.’ સોનુ સૂદે કહ્યું હતું, ’આદરણીય મોદીજી, માતા ક્યાંય જતી નથી, પરંતુ ઘણીવાર ભગવાનના ચરણોમાં બેસીને અન્ય પુત્રો માટે સારું કરી શકે. માતાજી સદૈવ તમારી સાથે હતી અને રહેશે.’
શહનાઝ ગિલે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ’વડાપ્રધાન મોદીની માતાના અવસાનથી દુ:ખ થયું. ભગવાનના ક્રિએશનમાં માતા ને બાળક વચ્ચેનું બોન્ડિંગ અવર્ણનીય તથા અમૂલ્ય છે. ઓમ શાંતિ’રેસલર સંગ્રામ સિંહે કહ્યું હતું, ’મહાન મહિલા, માતા તથા શિક્ષક એવા હીરાબાની આત્માને ભગવાન શાંતિ આપે. મોદી પરિવારને આ મુશ્કેલ ઘડીમાં ભગવાન હિંમત આપે. ઓમ શાંતિ.’