બૉલીવુડ સિતારાઓની કલરફૂલ હોળી, દિશા પટણીને અક્ષય કુમારે રંગી નાખી

મુંબઇ, ૨૫ માર્ચે હોળીનું સેલિબ્રેશન દેશભરમાં કરવામાં આવ્યું હતું સેલેબ્સના હોળી સેલિબ્રેશનના ફોટો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે.બોલિવુડ ભોજપુરી અને સાઉથ સેલેબ્સ પણ પાછળ નથી. હોળીના સેલિબ્રેશનના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. દિશા પટણીએ હોળી પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે તે ટાઈગર શ્રોફ અને અક્ષય કુમારની સાથે હોળી ઉજવી રહી છે. બન્ને સ્ટાર્સે દિશાની સાથે પ્રેક્ધ કર્યું છે.

કૃતિ ખરબંદા અને પુલક્તિ સમ્રાટ લગ્ન બાદ પોતાની પહેલી હોલી સેલિબ્રેટ કરી રહ્યા છે. ખાસ અવસર પર કપલે પોતાના ફોટો શેર કર્યા છે અને હોળીની શુભકામનાઓ આપી છે. રાકુલ પ્રીત અને જેકી ભગનાની આ વર્ષે લગ્ન પછી પોતાની પહેલી હોળી સેલિબ્રેટ કરી રહ્યા છે. આ અવસર પર એક્ટ્રેસે પતિની સાથે વીડિયો શેર કર્યો છે. તેમાં બન્ને ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.

રંગોના તહેવાર પર બચ્ચન પરિવારે પણ હોળી સેલિબ્રેટ કરી. જેના ફોટો અમિતાભની પૌત્રી નવ્યાએ શેર કર્યા છે. ફોટોમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન હોળી રમતા જોવા મળી રહ્યા છે.

અમિતાભ બચ્ચન-જયા બચ્ચનની ભાણેજ નવ્યા નવેલી નંદાએ પણ હોલીના જશ્ર્નની શાનદાર તસવીરો શેર કરી છે. જેમાં અમિતાભ-જયા રંગો સાથે હોલી રમી રહ્યા છે નવ્યાએ એક અન્ય ફોટોમાં શ્ર્વેતા બચ્ચનના ખોળામાં બેઠેલી જોવા મળે છે. તેમણે હોળીના દિવસે ઘરે બનાવેલા પકવાનોની ઝલક બતાવી છે.

નવ્યાએ નાની જયા બચ્ચનની એક શાનદાર તસ્વીર શેર કરી છે, જેમાં તે ધનુષના આકારની પિચકારી ચલાવી રહી છે. બિગ બીએ ખાસ અવસર પર પોતાના બ્લોગ પર હોળી સાથે જોડાયેલી યાદો શેર કરી છે.અમિતાભે બ્લોગમાં હોળીની શુભકામનાઓ આપતા લખ્યું છે કે, તેમને યાદ નથી કે પ્રતીક્ષા બંગલામાં તેઓ કેટલી વાર હોળી સેલિબ્રેટ કરી ચુક્યા છે. બચ્ચન પરિવાર દરેક તહેવારને પરિવાર સાથે ધૂમધામથી ઉજવે છે. બચ્ચન પરિવારમાં ડખો હોવાની અફવાઓ સામે આવતી રહી છે, પણ હોળી દહનના અવસર પર ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન એક સાથે જ હતા. આ ઉપરાંત જયા અને ઐશ્વર્યા વર્ષો બાદ એક સાથે જોવા મળ્યા હતા