બોલિવુડની સૌથી ફિટ ફિમેલ એક્ટર કોણ છે? શુભમને તરત જ સારાનું નામ લીધુ.

મુંબઇ,

બોલિવુડ ડિવા સારા અલી ખાનની ફિલ્મો જ નહીં તેની લવ લાઈફ પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. ખબર છે કે સારા અલી ખાન યંગ ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. બન્નેને ઘણી વખત સાથે સ્પોર્ટ કરવામાં આવ્યા છે. પરંતુ આ ખબર કેટલી સાચી અને કેટલી અફવા છે? ક્રિકેટર શુભમન ગિલે પોતે તેના પર રિએક્શન આપ્યું છે.

શુભમન ગિલ, પ્રીતિ અને નીતિ સિમોસના પોપ્યુલર પંજાબી ચેટ શો ’દિલ દિયા ગલ્લા’માં ગેસ્ટ બનીને આવ્યો હતો. આ શો સોનમ બાજવા હોસ્ટ કરે છે. શોમાં ક્રિકેટરને પુછવામાં આવ્યું કે બોલિવુડની સૌથી ફિટ ફિમેલ એક્ટર કોણ છે? શુભમને તરત જ સારાનું નામ લીધુ.

બીજો સવાલ હતો કે શું તે સારાને ડેટ કરી રહ્યા છે? શુભમને તેના જવાબમાં કહ્યું- કદાચ. જ્યારે શુભમને કહેવામાં આવ્યું કે સારાનું આખુ સત્ય કહો. તો ક્રિકેટરે શરમાતા અને ચહેરા પર મોટી સ્માઈલ સાથે જવાબ આપ્યો- સારા દા સારા સચ બોલ દિયા…. કદાચ હા, કદાચ ના.

હવે શુભમન ગિલનો આ જવાબ સાંભળીને તમે પોતે જ અંદાજો લગાવી શકો છો કો તે સારાને ડેટ કરી રહ્યો છે કે નહીં. શુભમને ખુલીને હા નથી કર્યું તો તેણે ઈનકાર પણ નથી કર્યો. સારા અને શુભમનના ડેટિંગની ખબર આ વર્ષે ઓગસ્ટથી વાયરલ થઈ રહી છે. બન્નેને સાથે એક રેસ્ટોરન્ટમાં સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમને સાથે ઓક્ટોબરમાં જોવામાં આવ્યા હતા. તેમને દિલ્હીના એક હોટલમાં સાથે એક્ઝિટ લેતા સ્ટોર્ટ કરવામાં આવ્યા હતા. તેમણે છુપાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ન થયા. સોશિયલ મીડિયા પર તેમની સાથે એક ક્લિપ વાયરલ થઈ હતી.