બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ અને કાજોલની માતા તનુજાની બગડતી તબિયતને લઈને જાણકારી સામે આવી રહી છે. 80 વર્ષની એક્ટ્રેસને જુહૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે હાલમાં એક્ટ્રેસ આઈસીયુમાં દાખલ છે અને ડોક્ટરોની દેખરેખમાં છે.
બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ તનુજાની બગડતી તબિયતને લઈને જાણકારી સામે આવી રહી છે. 80 વર્ષની એક્ટ્રેસને જુહૂની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હાલમાં એક્ટ્રેસ આઈસીયુમાં દાખલ છે અને ડોક્ટરોની દેખરેખમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે એક્ટ્રેસને ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. એક્ટ્રેસના સ્વાસ્થ્યને પણ સતત મોનિટર કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ એક્ટ્રેસ ઓબ્જર્વેશન હેઠળ છે અને તેની તબિયત પહેલા કરતા ઘણી સારી છે. પરંતુ તેની ઉંમરને ધ્યાનમાં રાખીને તેને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવી છે. પરંતુ કાજોલની માતા તનુજાના આ સમાચાર સાંભળ્યા પછી ફેન્સ પણ ખૂબ જ ચિંતિત થઈ ગયા, અત્યારે ગભરાવાનું કોઈ કારણ સામે આવ્યું નથી.
એક્ટ્રેસ તનુજાને કોઈ ઓળખની જરૂર નથી, તેને ઘણી હિન્દી અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તનુજા સ્ટાર શોભના સમર્થ અને નિર્માતા કુમારસેન સમર્થની પુત્રી છે. તનુજા નૂતનની બહેન છે.
તમને જણાવી દઈએ કે તનુજાનો જન્મ 23 સપ્ટેમ્બર, 1943ના રોજ થયો હતો. તનુજાની વાત કરીએ તો એક્ટ્રેસે તેનું કરિયર ‘હમારી બેટી’ (1950) થી શરૂ કર્યું હતું. આ ફિલ્મમાં તે તેની મોટી બહેન નૂતન સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તનુજા ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળી હતી. એક્ટ્રેસે નાની ઉંમરમાં જ પોતાની એક્ટિંગથી બધાને હેરાન કરી દીધા હતા. માત્ર 16 વર્ષની ઉંમરમાં તનુજાની પહેલી ફિલ્મ ‘છબિલી’ (1960) રીલિઝ થઈ હતી અને આ પછી તે 1962માં આવેલી ફિલ્મ ‘મેમ દીદી’માં જોવા મળી હતી.
આ સિવાય તનુજા ‘બહારે ફિર ભી આયેંગી’, ‘જ્વેલ થીફ’, ‘હાથી મેરે સાથી’ અને ‘મેરે જીવન સાથી’ જેવી ફિલ્મો માટે જાણીતી છે. તનુજાએ ઘણી બંગાળી ફિલ્મો પણ કરી છે. આ સાથે તનુજા શોમુ મુખર્જીને ફિલ્મ ‘એક બાર મુસ્કુરા દો’ના સેટ પર મળી હતી. બંનેએ વર્ષ 1973માં લગ્ન કર્યા હતા. તનુજાને બે દીકરીઓ કાજોલ અને તનિષા છે.