KRK 2016ના એક કેસમાં વોન્ટેડ છું
બિગ બોસ ફેમ કમાલ આર ખાન આ દિવસોમાં ફિલ્મ ક્રિટિક બનો ગયા.
કમાલ આર ખાન, જેને લોકો KRK તરીકે પણ ઓળખે છે. બિગ બોસ ફેમ કમાલ આર ખાન આ દિવસોમાં ફિલ્મ ક્રિટિક બનો ગયા છે અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા જોવા મળે છે. આ કારણે તે ઘણા ટ્રોલ પણ થાય છે અને ઘણી વખત પોતાના મંતવ્યોને કારણે મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
તાજેતરમાં જ સલમાન ખાને કેઆરકે સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તે જ સમયે, હવે ફરી એકવાર KRK પર મોટી મુશ્કેલી આવી છે. હાલમાં જ મુંબઈ પોલીસે તેની ધરપકડ કરી છે, જેની માહિતી તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ ‘X’ દ્વારા શેર કરી છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતી વખતે તેણે પોતાના જીવને જોખમ હોવાની પણ વાત કરી છે.
KRK પોસ્ટ કર્યું કે ‘આજે હું નવા વર્ષ માટે દુબઈ જઈ રહ્યો હતો, પરંતુ મુંબઈ પોલીસે મારી એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. પોલીસનું કહેવું છે કે હું 2016ના એક કેસમાં વોન્ટેડ છું. સલમાન ખાને મારી સામે આરોપ લગાવ્યો છે કે તેની ફિલ્મ #Tiger3 મારા કારણે ફ્લોપ થઈ છે.’ KRKએ આગળ લખ્યું- ‘જો પોલીસ સ્ટેશન કે જેલમાં કોઈ પણ સંજોગોમાં મારું મૃત્યુ થાય તો તેને હત્યા ગણવી અને તમે બધા જાણો છો કે તેના માટે કોણ જવાબદાર હશે.
જણાવી દઈએ કે KRKએ સલમાન ખાનની ક્લોથિંગ બ્રાન્ડ વિરુદ્ધ પોસ્ટ કરી હતી. આ સિવાય તેણે રિવ્યુના બહાને સલમાનની ઘણી ફિલ્મો વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. જે બાદ સલમાને તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસ પછી કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા KRKનો સૂર પણ બદલાઈ ગયો હતો અને ખૂબ જ સકારાત્મક ટિપ્પણીઓ કરતો જોવા મળ્યો હતો. એવામાં હવે તેણે નામ લીધા વિના, સલમાનથી તેના જીવને જોખમનો ભય વ્યક્ત કર્યો છે.