બોલિવૂડે મને સફળતા સહિત ઘણું આપ્યું છે : અભિનેત્રી આલિયા ભટ્ટ

મુંબઇ, બોલિવૂડથી એકમાત્ર એક્ટ્રેસનું નામ હોલિવૂડની ફિલ્મ લ્લહાર્ટ ઓફ સ્ટોન’ બોલવામાં આવ્યું હતું. આ ફિલ્મના નિર્દેશક, નિર્માતા અને લેખક ટોમ હાર્પરે આલિયાની પસંદગી પર ગર્વ અનુભવ્યો હતો. તેઓ આલિયા ભટ્ટની એક્ટિંગથી પ્રભાવિત થયા હતા અને આલિયા આ ફિલ્મનો એક સફળ ભાગ બની હતી જે માટે તેમણે જાહેરમાં આલિયાનાં વખાણ પણ કર્યાં હતાં. એટલું જ નહીં પરંતુ તેમણે એક નામી મેગેઝિનમાં હકીક્તમાં ઈન્ટરનેશનલ સ્ટાર તરીકેની પણ તેમની પ્રશંસા કરી હતી.

બોલિવૂડની પહેલી હરોળની એક્ટ્રેસમાં આલિયાનું નામ સૌથી મોખરે આવે છે. મોટાભાગના ફિલ્મ મેર્ક્સ તેમને પોતાની ફિલ્મમાં લેવા માંગતા હોય છે. તો કેટલાક ફિલ્મ મેર્ક્સને આલિયા ભટ્ટ પર એટલો વિશ્ર્વાસ છે કે જો તેઓ કોઈ ીપ્રધાન ફિલ્મ બનાવે અને તેમાં આલિયા ભટ્ટને લેવામાં આવે તો તે ફિલ્મ બેશક બોક્સઓફિસ રેકોર્ડબ્રેક કરી શકે છે. અલબત્ત, બોલિવૂડમાં આલિયા ભટ્ટના નામના સિક્કા પડે છે. વધુમાં તેમણે હોલિવૂડમાં પણ ફિલ્મ કરી હોવાથી તેમની ગણના હવે ગ્લોબલ સ્ટાર તરીકે પણ થવા લાગી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આલિયા પાસે કેટલાક હોલિવૂડ પ્રોજેક્ટ છે પરંતુ તેની હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી! જ્યારે હાલમાં કેટલાક બોલિવૂડ ફિલ્મી પ્રોજેક્ટ પણ તેની પાસે છે જે બૅક ટૂ બૅક રિલીઝ કરવામાં આવશે.

આલિયા ભટ્ટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક ગુપ્ત પોસ્ટ શૅર કર્યા બાદ તેના ફેન્સ વિચારોમાં પડી ગયા છે અને અટકળો કરવા લાગ્યા છે. આલિયા ભટ્ટે સોશિયલ મીડિયા પર તોફાનો વિશેની ધારણાઓ શૅર કરી છે જેને લઇને તેના ફેન્સ અને અન્ય સોશિયલ મીડિયા યૂઝર્સ માટે તે કયું તોફાન હશે તે જાણવા માટે અધીરા બન્યા છે. તો બીજી તરફ તેઓ પોતાનાં લગ્નની વર્ષગાંઠની ઉજવણી પણ કરી રહ્યા છે અને તેમના ફેન્સ તેમને અધધ… શુભેચ્છાઓ પણ પાઠવી રહ્યા છે.

માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલિવૂડના પણ કેટલાક પ્રોજેક્ટ્સ આલિયા ભટ્ટના હાથમાં છે, જોકે હાલમાં તે સૌથી પહેલી પ્રાથમિક્તા બોલિવૂડ ફિલ્મોને આપી રહી છે, કારણ કે આલિયાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને બોલિવૂડ પ્રત્યે ખૂબ જ પ્રેમ છે અને બોલિવૂડ એક એવું પ્લેટફોર્મ છે જેનાથી હું સફળતાનાં શિખરો સર કરી રહી છું. આ તરફ આલિયાએ પોતાની અન્ય એક ફિલ્મ જિગરાનું શૂટિંગ પણ પૂરું કરી નાખ્યું છે. વધુમાં આલિયા ભટ્ટ પાસે જે સૌથી મોટો ફિલ્મી પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટનું નામ છે લ્લલવ એન્ડ વૉર’ અને આ ફિલ્મ સંજય લીલા ભણશાલીની છે. સંજય લીલા ભણશાલીએ તેમના ફેન્સને ચોંકાવી દીધા હતા જ્યારે તેમણે તેમની આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને વિક્કી કૌશલ છે! નોંધનીય છે કે, આ ફિલ્મ ૧૭ વર્ષ પછી ભણસાલી એન્ડ કપૂરને ફરી સાથે જોડી રહી છે, જ્યારે વિક્કી કૌશલ માટેની સંજય લીલા ભણશાલીની પ્રથમ ફિલ્મ પણ છે! ગંગુબાઈ કાઠિયાવાડીની સફળતા પછી ભણસાલી એન્ડ ભટ્ટ ફરી એક વાર જોડાયા છે. મૂળ આ ફિલ્મ ૨૦૨૫ના ક્રિસમસ પર રિલીઝ થવાનાં એંધાણ છે. જોકે, સમય સંજોગોને યાનમાં લઇને રિલીઝ ડેટ ફરી પણ શકે છે!