બોલીવુડ અભિનેતા રાજપાલ યાદવની કરોડોની સંપત્તિ સીઝ- લોન ચૂકવવામાં અસમર્થ

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના રહેવાસી બોલિવૂડ અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ ’અતા પતા લાપતા’ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની મુંબઈની બાંદ્રા બ્રાન્ચમાંથી લીધેલી લોનની ચૂકવણી ન થવાના કારણે તેની પરેશાનીઓ સમાપ્ત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શાહજહાંપુરના શેઠ એક્ધ્લેવમાં આવેલી અભિનેતાની કરોડોની સંપત્તિ બેંકે સીઝ કરી છે.બે દિવસ પહેલા મુંબઈથી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓ શાહજહાંપુર પહોંચ્યા હતા અને અહીં કાર્યવાહી શરૂ કરી હતી.તેણે આ પ્રોપર્ટી પર બેંકનું બેનર લગાવ્યું હતું. તેમાં લખવામાં આવ્યું હતું કે આ મિલક્ત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, મુંબઈની છે અને તેના પર કોઈપણ પ્રકારની ખરીદી કે વેચાણ ન કરવું જોઈએ. સોમવારે સવારે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા મુંબઈના અધિકારીઓ આ પ્રોપર્ટી પર પહોંચ્યા અને તેને સીઝ કરી લીધી.

તમને જણાવી દઈએ કે રાજપાલ યાદવના પિતાએ મુંબઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની બાંદ્રા શાખામાંથી નૌરંગી લાલ યાદવના નામે મોટી લોન લીધી હતી. લોન ચુકવવામાં અસમર્થતાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે.