મુંબઇ, બોલિવૂડ એક્ટર રણવીર સિંહે ડીપફેક વીડિયોને લઈને પોલીસમાં એફઆઇઆર નોંધાવી છે. રણવીર સિંહના સત્તાવાર પ્રવક્તાએ પોલીસ ફરિયાદની પુષ્ટિ કરી અને કહ્યું, “હા, અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને રણવીર સિંહના એઆઇ-જનરેટેડ ડીપફેક વીડિયોને પ્રમોટ કરનાર હેન્ડલ વિરુદ્ધ એફઆઇઆરઇ દાખલ કરવામાં આવી છે). હકીક્તમાં, લોક્સભાના પહેલા તબક્કાના મતદાન પહેલા બોલિવૂડ એક્ટર રણવીર સિંહનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે કથિત રીતે પીએમ મોદી પર નિશાન સાધી રહ્યો હતો. પરંતુ આ વીડિયો ડીપફેક હોવાનું બહાર આવ્યું છે અને તેને વોઈસ ક્લોનિંગ દ્વારા બનાવવામાં આવ્યો છે.
મૂળ વીડિયોમાં, રણવીર સિંહ, વારાણસીમાં પોતાનો અનુભવ શેર કરતી વખતે, લોકોને તેમના વારસા સાથે જોડવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને સમજાવી રહ્યા હતા. વાયરલ વીડિયોમાં રણવીર સિંહ કહેતો જોવા મળ્યો હતો કે, “મોદીજીનો ઉદ્દેશ્ય અમારી દયનીય જિંદગી અને ડર, અમારી બેરોજગારી, અમારી મોંઘવારી મનાવવાનો હતો. કારણ કે ભારત હવે અન્યાયના યુગ તરફ આગળ વધી રહ્યું છે. અમે ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છીએ.. પરંતુ આપણે આપણા વિકાસ અને ન્યાયની માંગ કરવાનું ભૂલવું ન જોઈએ, તેથી વિચારીને મત આપો.” આ પછી, કોંગ્રેસના પ્રચારની ટેગલાઇન ઉમેરવામાં આવી છે, ‘જેને દેશની ચિંતા છે તે ન્યાય માટે મત આપશે. ન્યાય માટે મત આપો, કોંગ્રેસને મત આપોપ
અભિનેતા આમિર ખાને પણ તાજેતરમાં ડીપફેક વીડિયોના સંબંધમાં મુંબઈ પોલીસમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એફઆઇઆર નોંધાવી હતી. આ વીડિયોમાં તેને એક રાજકીય પાર્ટી માટે પ્રચાર કરતા બતાવવામાં આવ્યા હતા. ખાનની ઓફિસ દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે, ખાર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતા (આઈપીસી) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની સંબંધિત કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી.
અભિનેતાના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘અમે તાજેતરના વાયરલ વીડિયોને લઈને ચિંતિત છીએ જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આમિર ખાન એક ખાસ રાજકીય પક્ષની તરફેણ કરી રહ્યો છે અને તે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આ એક નકલી વીડિયો છે અને તે સંપૂર્ણપણે ખોટો છે “