બોલિવૂડ એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન, નુક્કડ અને લગાનમાં કામ કર્યું હતું

મુંબઇ,

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ એક્ટર આમિર ખાનની ફિલ્મ લગાનમાં જોવા મળેલા એક્ટર જાવેદ ખાન અમરોહીનું નિધન થયું છે. તેઓ માત્ર ૬૦ વર્ષના હતા. તેને લગભગ ૧૫૦ ફિલ્મોમાં કામ કર્યું. એક્ટરના મૃત્યુનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. તેમના નિધનના સમાચારથી સિનેમા જગતમાં શોકની લહેર છે. એક્ટર લાંબા સમયથી ફિલ્મી દુનિયાનો એક ભાગ હતો. માત્ર ફિલ્મો જ નહીં, તે ઘણા ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો. દૂરદર્શનના લોકપ્રિય શો ‘નુક્કડ’ અને ‘ચક દે’ અને ‘લગાન’ ફિલ્મમાં જોવા મળ્યા હતા.

જાવેદ હિન્દી સિનેમાનો પોપ્યુલર ફેસ હતો. ભલે ઘણા લોકો તેને નામથી ઓળખતા ન હોય, પરંતુ તે ફિલ્મમાં કેરેક્ટર રોલ પ્લે કરતો જોવા મળ્યો છે. કારણ કે તેને અનેક મોટા કલાકારો સાથે મોટી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના નિધનની જાણકારી જેઓ ફિલ્મ લગાનની કાસ્ટમાં સામેલ એક્ટર અને જાવેદના મિત્ર અખિલેન્દ્ર મિશ્રાએ આપી છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ દુ:ખદ સમાચાર છે.

જાવેદ માત્ર ફિલ્મો જ નથી કરી, પરંતુ તેઓ થિયેટરની દુનિયાનો એક જાણીતો ચહેરો પણ હતા. અખિલેન્દ્ર મિશ્રાએ ફેસબુક પર એક્ટરના નિધનની માહિતી શેયર કરી હતી. સાથી મિત્રનો ફોટો શેયર કરતા તેને લખ્યું  ‘વિનમ્ર શ્રદ્ધાંજલિ જાવેદ ખાન સાહેબ. સારા અભિનેતા, દિગ્ગજ રંગકર્મી, ઈપ્ટાના સક્રિય સભ્ય. ‘ આ સમાચાર સાંભળીને ઘણા ફેન્સ પણ તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે અને તેમના પાત્રોમાં તેમને યાદ કરી રહ્યા છે.

તેને પોતાના કરિયરની શરૂઆત વર્ષ ૧૯૭૩માં ફિલ્મ જલતે બદનથી કરી હતી. આ પછી તેને રામ ભરોસે, જૂઠા કહીં કા, પ્રેમ રોગ, સત્યમ શિવમ સુંદરમ, પસંદ અપની અપની, રંગ બિરંગી, સડક, હમ હૈ રાહી પ્યાર કે, અંદાજ અપના અપના અને ઉમરાવ જાન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તેની છેલ્લી કેટલીક ફિલ્મોની વાત કરીએ તો તેમાં ટોમ ડિક એન્ડ હેરી, ચક દે ઈન્ડિયા અને ફિર હેરા ફેરી જેવી ફિલ્મો સામેલ છે. તેની છેલ્લી ફિલ્મ સંજય દત્તની સડક ૨ હતી.