![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2022/12/manoj.png)
મુંબઈ,
બોલીવુડના અભિનેતા મનોજ બાજપેયીના માતા ગીતા દેવીનું નિધન થયું છે. ગીતા દેવીએ દિલ્હીની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમને દિલ્હીની વસુંધરા એન્ક્લેવ ની ધર્મશિલા કેન્સર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. આજે ગુરુવારે ૮૦ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. માતાની અંતિમ ક્ષણો વખતે અભિનેતા પુત્ર મનોજ માતા સાથે હતો.
મનોજ બાજપેયીના પ્રવક્તાએ આ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું હતું કેમાતા લગભગ એક અઠવાડિયાથી દિલ્હીની હોસ્પિટલમં દાખલ થયા હતા. આજે સવારે તેમનું નિધન થયું હતું. અહેવાલો મુજબ મનોજ બાજપેયીની માતાની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. પહેલા કરતા તબિયત સારી હતી. પરંતુ ગઈકાલે રાત્રે તેમની તબિયત બગડી હતી અને આજે સવારે તેમનું નિધન થયું હતું.