
મુંબઈ,
મિસ વર્લ્ડનો તાજ પોતાના સિરે સજાવનારી માનુષી છિલ્લકર માટે ૨૦૨૨ ખૂબ જ મહત્વપૂર્ણ હતું કારણકે તેણીની ડેબ્યૂ ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ સિનેમાઘરોમાં આવવાની હતી. દરેક લોકો માનુષીને ફિલ્મમાં જોવા તલપાપડ થઈ રહ્યા હતાં. જોકે, માનુષીની ફિલ્મ બોક્સ ઓફિસ પર લોપ સાબિત થઈ છે. એ અલગ વાત છે કે, તેનાથી માનુષીના કામ પર કોઈ ખાસ ફરક નથી પડ્યો. કારણકે ’સમ્રાટ પૃથ્વીરાજ’ના નિર્માતા ફિલ્મનું કોઈ પરિણામ આવે તે પહેલા જ તેણીને અન્ય એક ફિલ્મ માટે સાઇન કરી ચુક્યા હતાં. ત્યારબાદ જૉન અબ્રાહમની સામે પણ માનુષીને એક ફિલ્મ મળી. પરંતુ, હાલ બોક્સ ઓફિસ પર જે રીતે બોલિવૂડની ફિલ્મોનો ખરાબ હાલ થઈ રહ્યો છે તે જોઈને માનુષી પાસે જેવી સાઉથની ફિલ્મ માટે ઓફર આવી તેણીએ જરાય મોડુ કર્યા વિના ફિલ્મને હા પાડી દીધી.
ખબર મળી રહી છે કે, સાઉથમાં માનુષીનું ડેબ્યૂ તેલુગુ ફિલ્મની સાથે થવા જઈ રહ્યુ છે. તેલુગુ સ્ટાર વરુણ તેજની સામે માનુષીએ આ ફિલ્મ સાઇન કરી છે. પૂર્વ મિસ વર્લ્ડ ફિલ્મમાં વરુણની લીડ હિરોઇન હશે. આ એક એક્શન-રોમેન્ટિક ફિલ્મ છે. ફિલ્મને શક્તિ પ્રતાપ સિંહ હાડા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. સૂત્રો અનુસાર, હાડાએ કોઈ બોલિવૂડ હિરોઇનને લઈને ફિલ્મ બનાવવાની યોજના એટલે બનાવી કારણકે, તે તેલુગુ ફિલ્મને બે ભાષાઓમાં બનાવશે. ફિલ્મ તેલુગુ ભાષાની સાથે હિન્દી ભાષામાં પણ રિલીઝ થવા જઈ રહી છે. હાડાને આશા છે કે માનુષીના કારણે તે ઉત્તર ભારતીય દર્શકોને પોતાની ફિલ્મ તરફ આકષત કરી શકશે.
વરુણ તેજની આ ફિલ્મ હાલ તો પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ એક ફાઇટર પ્લેન પાયલટની પણ સ્ટોરી છે અને ફિલ્મ વાયુસેનાના સૈનિકોનું જીવન તેમજ જીવનશૈલી દર્શાવશે. તેમાં માનુષીનો રોલ શું હશે, તેના વિશે ડિરેક્ટરે ચુપ્પી સાધી છે. આમતો બોલિવૂડમાં અહીં, વાયુસેના અને સૈનિકોના જીવન પર પણ બે ફિલ્મો બની રહી છે.
ફિલ્મ તેજસમાં કંગના રનૌત જોવા મળી રહી છે, જોકે ગયા અઠવાડિયે જ ૠતિક રોશને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ સાથે ફિલ્મ ફાઇટરની શૂટિંગ શરુ કરી દીધી છે. આ ફિલ્મમાં ૠતિક ફાઇટર પ્લેનના પાયલટ છે અને સાથે દીપિકા પાદુકોણ પણ જોવા મળશે. અહીં, માનુષી આવતા વર્ષે યશરાજની કોમેડી ફિલ્મ ’ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી’માં વિક્કી કૌશલ સાથે જોવા મળશે. જૉન અબ્રાહમની સાથે તેહરામની શૂટિંગ પણ ખતમ થઈ ચુકી છે.