બોલિંગ-ફિલ્ડિંગના દમ પર લો સ્કોરિંગ મેચ જીતી છે

મુંબઇ,આઈપીએલ ૨૦૨૩ની ૪૩મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે લખનઉની ધીમી પિચ પર રમાઈ હતી. આ મેચમાં બેંગ્લોરની ટીમે ઓછા સ્કોર સારી રીતે ડિફેન્ડ કર્યો હતો. અત્યાર સુધી આઈપીએલ ઈતિહાસના ૫ સૌથી ઓછા લો સ્કોરિંગ ડિફેન્ડ કરવામાં આવ્યું છે જે નીચે પ્રમાણે છે.

પ્રથમ ઈનિંગમાં બેંગ્લોરની ટીમે ૯ વિકેટના નુકશાન સાથે ૧૨૬ રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ ૧૦૮ રન પર ઓલઆઉટ થઈ હતી. બેંગ્લોરની ટીમે આ મેચમાં ૧૮ રનથી જીત મેળવી હતી. આઈપીએલ ઈતિહાસમાં બેંગ્લોરની ટીમે બીજી વાર ૧૨૭નો સ્કોર ડિફેન્ડ કર્યો છે. આ પહેલા ૨૦૦૮માં ચેન્નાઈ સાથે આ ટીમે ૧૨૭નો સ્કોર ડિફેન્ડ કર્યો હતો. આઈપીએલમાં લખનઉનો આ બીજો સૌથી ઓછો સ્કોર (૧૦૮ રન) હતો.

૨૦ મે, ૨૦૦૯ના રોજ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે મેચ રમાઈ હતી. ચેન્નાઈની ટીમે પ્રથમ બેટિંગ કરીને ૧૧૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સાથે પંજાબની ટીમ ૨૦ ઓવરમાં માત્ર ૯૨ રન બનાવી શકી હતી. ચેન્નાઈની ટીમે આ મેચમાં ૨૪ રનથી જીત મેળવી હતી.

૨૪ એપ્રિલ, ૨૦૧૮ના દિવસે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. હૈદરાબાદની ટીમ ૧૧૮ રનના સ્કોર પર ઓલઆઉટ થઈ હતી. જેની સામે ૧૮.૫ ઓવરમાં મુંબઈની ટીમ ૮૭ રન પર ઓલઆઉટ થતા, લો સ્કોરિંગ મેચમાં હૈદબાદાની રોમાંચક જીત થઈ હતી.

વર્ષ ૨૦૦૯માં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. પંજાબ કિંગ્સની ટીમે ૧૧૯ રન બનાવી ૧૨૦ રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ ૨૦ ઓવરના અંતે મુંબઈની ટીમ ૧૧૬ રન બનાવી શકી હતી. મુંબઈની ટીમે ૩ રનથી જીત મેળવી હતી.

વર્ષ ૨૦૧૩માં સનરાઈઝર્સ હૈદરાબાદ અને પુણે વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. હૈદરાબાદની ટીમે ૧૧૯ રન બનાવ્યા હતા. અમિત મિશ્રાની ૪ વિકેટને કારણે પૂણે વોરિયર્સની ટીમ ૧૦૮ રન પર ઓલઆઉટ થઈ હતી. આ મેચમાં હૈદરાબાદની ટીમે ૧૧ રનથી જીત મેળવી હતી.

વર્ષ ૨૦૧૨માં મુંબઈ ઈન્ડિયન્સ અને પુણે વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. મુંબઈની ટીમે ૧૨૦ રન બનાવ્યા હતા. આ લો સ્કોરિંગ મેચમાં મુંબઈની ટીમે માત્ર ૧ રનથી જીત મેળવી હતી. ૨૦ ઓવરના અંતે પૂણેનો સ્કોર ૧૧૯ રન પર ૬ વિકેટ હતો.