એક તરફ સમગ્ર દેશમાં નીટના પરિણામને લઇને આખા દેશમાં મુદ્દો ઉછળી રહ્યો છે. બીજી તરફ ગુજરાતના આણંદમાં બોગસ માર્કશીટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. માત્ર ગુજરાત નહીં, આરોપી પાસેથી દેશના અનેક રાજ્યની નકલી માર્કશીટ મળી આવી છે.
દેશની જુદી-જુદી યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાનગર રોડ પર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા છે.જેમાં આરોપીની ઓફિસમાંથી જુદી-જુદી યુનિવસટીના નકલી પ્રમાણપત્રો મળી આવ્યા છે.
જેમાં ન્યુ દિલ્હી સ્કુલ બોર્ડના- ૧૦,એસપીયુના- ૩૪, મહારાષ્ટ્ર બોર્ડના- ૦૬, એમ.પી.સી. કોલેજ અમરાવતી, મહારાષ્ટ્રના- ૦૨, બાબા સાહેબ આંબેડકર યુનીવર્સીટી, લોનેર, મહારાષ્ટ્રના- ૦૯,એમએસયુ, વડોદરાના- ૧૩, પંજાબ બોર્ડના- ૦૩, હરિયાણા બોર્ડના- ૦૫, કુરૂક્ષેત્ર યુનિવર્સિટી હરિયાણા- ૬, હરિયાણા સ્ટેટ બોર્ડના-૦૧, સ્વામી વિવેકાનંદ પબ્લીક સ્કુલ, યમુનાનગર, દિલ્હીના- ૧ માર્કશીટ મળી છે. માર્કશીટ કૌભાંડમાં કુલ ૯૦ સટફિકેટ મળી આવ્યા. આ ઉપરાંત વિદેશ જવા ઈચ્છતા લોકો કે જેમની પાસે અભ્યાસનું સટ ન હોય તેની પાસેથી ૨-૨ લાખ રૂપિયા લઈને આરોપી નકલી સટફિકેટ આપતો હતો.પોલીસે આરોપીની ઓફિસમાંથી એક લેપટોપ બે મોબાઇલ મળી કુલ ૯૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાના બનાવટી માર્કશીટો તથા સર્ટીઓ બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ આચરતા એક આરોપીને આણંદ પોલીસે પકડ્યો છે. વિદ્યાનગર રોડ ઉપર આવેલા ક્રિષ્ના સફર કોમ્પલેક્ષના ચોથા માળે ૪૦૨મા એસ.પી.સ્ટડી પ્લાનર એલએલપી નામની ઓવરસીઝમા અમદાવાદના સિધીક શાહ નામનો શખ્સ વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપતો હતો.