બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડનો કર્યો પર્દાફાશ

ભાવનગર, ભાવનગરમાંથી આધાર કૌભાંડનો પર્દાફાશ થયો છે. બોગસ બિલિંગ મામલે સ્ટેટ જીએસટી વિભાગ અને ભાવનગર પોલીસે આધાર કૌભાંડમાં મોટી કાર્યવાહી કરતા ૨૦ શખ્સ સામે ફરિયાદ નોંધી છે, જ્યારે ૧૪૧ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા આધાર ૧.૦ (ફેબ્રુઆરી-૨૦૨૩)માં અને આધાર ૨.૦ (ફેબ્રુઆરી-૨૦૨૪)માં એમ બે મોટા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.

આધાર કૌભાંડ મામલે કરવામાં આવતી તપાસમાં સામે આવ્યું કે ગેરરીતિ આચરનારાઓ દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને નાણાંકીય પ્રલોભન આપી નજીકના આધાર કેન્દ્રમાં લઈ જવામાં આવે છે, બાદમાં આધાર કેન્દ્ર ખાતે તેમના બાયોમેટ્રિકના આધારે આધાર સાથે લિંક કરેલ મોબાઈલ નંબરો બદલી નાખવામાં આવતા હતા. આધાર કાંડમાં આ પ્રકારની ગેરરીરિત આચરી કહેવાતા લોકો આ આધારકાર્ડનો ઉપયોગ મેળવવા કરતા હતા. જણાવી દઈએ કે આધાર ૧.૦ (ફેબ્રુઆરી-૨૦૨૩)માં ૨૦ શખ્સ અને આધાર ૨.૦ (ફેબ્રુઆરી-૨૦૨૪)માં ૫ શખ્સની સંડોવણી હોવાનું સામે આવતા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

વિભાગ દ્વારા આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સમગ્ર દેશમાંથી આવા ૧૩૩૪૫ બોગસ ય્જી્ નંબરની ઓળખ કરવામાં આવી છે. આ પ્રકારના બોગસ નંબરોમાંથી ૪૩૦૮ જેટલા નંબરો ગુજરાત અને ૯૦૩૭ દેશના અન્ય રાજ્યો ખાતે નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આધારનું બોગસ નંબર કૌભાંડ સામે આવ્યા બાદ ગુજરાતમાં નોંધાયેલ જીએસટી નંબરો રદ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જ્યારે અન્ય રાજ્યોમાં બોગસ જીએસટી નંબર રદ કરવા સંબંધિત વિભાગને નકલી નંબરોની તમામ માહિતી પૂરી પાડવામાં આવી છે.

આધાર બોગસ જીએસટી નંબર કૌભાંડ મામલે અત્યાર સુધીમાં ૧૪૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે પાંચ FIR નોંધવામાં આવી છે. કૌભાંડમાં સંડોવાયેલા આરોપીઓ અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સામેલ છે. આથી ભાવનગર પોલીસે લોકલ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી મુખ્ય આરોપી યુનુસુ કિટાવાલા અને અન્ય ૧૯ લોકો વિરુદ્ધ ફરિયાદમાં એક્ટ-૨૦૧૫ની કલમ-૩(૧), ૩(૨), ૩(૩), ૩(૪) અને ૩(૫)નો ઉમેરો કરી તેને લાગુ કરવા અરજી કરી હતી. જેનો ૧૭ ફેબ્રુઆરીનો રોજ સ્વીકાર કરતા આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય તપાસ કરવામાં આવશે.