
ગોધરા, પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે આવેલ કબીર આશ્રમ ખાતે ગુરૂ મહંત શ્રી મનહરદાસ સાહેબ તથા મહંત શ્રી રોહિતદાસ સાહેબના હસ્તે આનંદ આરતી વિધિ વિધાન સાથે ગુરૂપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે ભારત સરકારના પૂર્વ મંત્રી અને દાહોદ લોકસભાના સાંસદ જશવંતસિંહ ભાભોર, લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જીલ્લા પંચાયત પંચમહાલના દંડક અરવિંદસિંહ પરમાર હાજર રહી ગુરૂ આશિષ મેળવેલ હતા.
શ્રી મહંત મનહરદાસજી બાપુએ ગુરૂપૂર્ણિમાનો મહત્વનો સવિસ્તાર વર્ણન કરી આશર્વાદ વચન આપેલ હતા. અને મહંત 108 રોહીતદાસ મહારાજે કબીર સાહેબગુરૂનો જીવન ચરિત્ર અને મહત્વ સમજવી ગુરૂ એ કરેલ જન જન કલ્યાણની ગાથાઓ વરણી હતી અને તમામ ભક્તોને પ્રાકૃતિક ખેતી તેમજ એક એક વૃક્ષનું મહત્વ સમજાવી વુક્ષરોપણ કરવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો.
આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. જીલ્લા પંચાયતના દંડક એ.બી. પરમાર દ્વારા તમામ સંતો, મહંતો અને ભક્તોનો આભાર વ્યક્ત કરેલ હતો.