મુંબઇ,
બોબી દેઓલે લાંબા સમય પછી વેબ સીરિઝ આશ્રમમાં બાબા નિરાલાનો રોલ કરીને લોકપ્રિયતા મેળવી હતી. ત્યારે સહુંને થયું હતું કે તે બોલીવૂડમાં પણ ફરી પોતાનો ડંકો બજાવશે. પરંતુ આમ થતું ક્યાંય જોવા ન મળ્યું. હવે બોબી દેઓલે સાઉથની ફિલ્મોનો સહારો લીધો છે. રિપોર્ટના અનુસાર બોબી દેઓલ આ ફિલ્મમાં મોગલ બાદશાહ ઓરંગઝેબના રોલમાં જોવા મળવાનો છે.
બોબી દેઓલ તેલુગુ ફિલ્મ હરી હર વીરા મલ્લૂથી ડેબ્યુ કરી રહ્યો છે. આ એક પાન ઇન્ડિયા ફિલ્મ હોવાની સત્તાવાર ઘોષણા શનિવારે કરાવામાં આવી હતી. આ ફિલ્મની રીલિઝ ૨૦૨૩ના ઉનાળુ વેકેશનમાં કરવામાં આવે તેવી યોજના છે.આ ફિલ્મને તેલુગુ, હિંદી, તમિલ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.
પ્રોડકશન હાઉસ મેગા સૂર્યા પ્રોડકશને ફિલ્મના સેટ પરનો બોબી દેઓલનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાની કારમાંથી બહાર આવતો જોવા મળી રહ્યો છે. કેપ્શનમાં લખ્યું છે કે, અમે ભારતીય સિનેમાના ટોચના એકશન સિતારોમાંના એક અને પીઢ એકટરનું અમારી ફિલ્મ હરી હરા વીરુ મલ્લૂમાં સ્વાગત કરીએ છીએ. બોબી દેઓલ સંદીપ રેડ્ડી વંગાની એનિમલમાં રણબીર કપૂ, અનિલ કરુર અને રશ્મિકા મંદાના સાથે જોવા મળવાનો છે. તેમજ શ્લોક : ધ દેસી શેરલોકની શૂટિંગ પુરું કર્યું છે.