બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન ભારત મ્યાનમાર સરહદના મોટા ભાગને વાડ કરશે

નવીદિલ્હી, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ)ને ભારત-મ્યાનમાર સરહદના મોટા ભાગ પર વાડ લગાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે મણિપુરમાં પણ ૧૦ કિલોમીટરનું કામ પૂર્ણ થઈ ગયું છે.

બીઆરઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ એડીજી પીકેએચ સિંહે કહ્યું કે ગૃહ મંત્રાલયે કહ્યું છે કે ૧,૭૦૦ કિલોમીટર સુધી ફેન્સિંગ કરવામાં આવશે. સંગઠને મણિપુરમાં મોરેહ ખાતે સરહદ પર ૧૦ કિમી ફેન્સીંગ પૂર્ણ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે મણિપુરમાં ૮૦ કિમીનું કામ બાકી છે અને તેનો વિગતવાર અહેવાલ મંત્રાલયને સુપરત કરવામાં આવ્યો છે.

એડીજીએ કહ્યું કે, ભારત-મ્યાનમાર બોર્ડર પર ફેન્સીંગ એ ર્મ્ઇં માટે એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. તે હાલમાં મોરેહમાં બની રહ્યું છે. આ વિસ્તાર લાંબા સમયથી વાડ વગરનો હતો અને હવે અહીં ગતિવિધિઓ પર નજર રાખવાની જરૂર છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તાજેતરમાં કહ્યું હતું કે કેન્દ્રએ ભારત-બાંગ્લાદેશ સરહદની જેમ કાંટાળી વાડ લગાવીને ભારત-મ્યાનમાર સરહદને સુરક્ષિત કરવાનો નિર્ણય લીધો છે. આ સાથે સરકાર ફરી એકવાર મ્યાનમાર સાથે ફ્રી મૂવમેન્ટ એગ્રીમેન્ટ પર વિચાર કરશે.

તમને જણાવી દઈએ કે ભારતના ચાર રાજ્યો અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ અને નાગાલેન્ડ તેમની સરહદ મ્યાનમાર સાથે વહેંચે છે. સંસ્થાએ અગાઉ બીએસએફ સાથે મળીને ભારત-બાંગ્લાદેશ સરહદે ફેન્સીંગનું કામ પૂર્ણ કર્યું હતું. પૂર્વોત્તરમાં બીઆરઓની રૂ. ૩૦,૦૦૦ કરોડની યોજના છે.