કરાંચી, ટી ૨૦ વર્લ્ડ કપ શરુ થવાને ૩ મહિના જેટલો સમય બચ્યો છે. તે પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની અંદર મોટો વિવાદ ઊભો થયો છે. જ્યારથી ઈમરાન ખાનની સરકાર પડી ત્યારથી અને રમીઝ રાજાને અયક્ષ પદેથી હટાવાયાં ત્યારથી બોર્ડની અંદર ’ઓલ ઈઝ વેલ’ નથી ચાલી રહ્યું. નજમ સેઠી અને ઝકા અશરફ બાદ હવે મોહસીન નકવી પ્રેસિડન્ટ બન્યાં છે તેમ છતાં પણ કંઈ ફર્ક પડ્યો નથી. થોડા સમય પહેલા મોહમ્મદ હાફિઝને થોડા સમય પૂરતાં ટીમના ડાયરેક્ટર અને પૂર્વ ઝડપી બોલર વહાબ રિયાઝને ચીફ સિલેક્ટર બનાવાયાં હતા પરંતુ ઓસ્ટ્રેલિયા અને ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ હાફિઝને પડતાં મૂકાયાં હતા અને હવે આ મુદ્દે પૂર્વ કેપ્ટન ઈન્ઝમામ ઉલ હકે આ અંગે બોર્ડ પર નિશાન સાધ્યું છે.
ઈન્ઝમામ ઉલ હકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બોર્ડે ખેલાડીઓનું સન્માન કરવું જોઈએ. આ સાથે જ તેમણે સવાલ પણ ઉઠાવ્યા હતા કે જ્યારે વહાબ રિયાઝને ચીફ સિલેક્ટર પદેથી ન હટાવાયો તો પછી હાફિઝને ડાયરેક્ટર પદેથી કેમ હટાવી દેવાયો? શું કોઈ મોહમ્મદ હાફિઝને ટીમ ડિરેક્ટર તરીકે અને વહાબ રિયાઝને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના પ્રવાસ પછી ચીફ સિલેક્ટર તરીકે હટાવવા પાછળના કારણો વિશે સમજાવી શકે છે? શું બંનેની નિમણૂક એક જ સમયે કરવામાં આવી ન હતી? બંનેની આ જવાબદારી હતી, તો પછી તેના માટે રિયાઝ નહીં પણ ખાલિદ હાફિઝ કેવી રીતે જવાબદાર છે. પીસીબીના અધ્યક્ષનું પદ નિ:શંકપણે આદરણીય પદ છે. પરંતુ શું ભૂતપૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ખેલાડીઓને બોર્ડના અધિકારીઓ તરફથી આદર મળવો જોઈએ.
હિત ટકરાવ મામલે ભૂતપૂર્વ ચેરમેન ઝાકા અશરફે મને કોઈ આદર નહોતો આપ્યો. જ્યારે આ મામલો સામે આવ્યો, ત્યારે હું પીસીબીના અધિકારીઓ સલમાન નસિલ અને આલિયા રાશિદ સાથે બેઠકની રાહ જોતો બેઠો હતો, મને તેમના બન્નેના વર્તનથી ખૂબ માઠું લાગ્યું. પાકિસ્તાન ક્રિકેટ આવી રીતે ન ચાલી શકે.