પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યા પછી ઇંગ્લેન્ડની નજર હવે ટી-૨૦ સીરિઝ પર છે. બંને દેશ વચ્ચે શુક્રવારથી ૩ ટી-૨૦ની સીરિઝ શરૂ થશે. સીરિઝની બધી મેચ ૨૮, ૩૦ ઓગસ્ટ અને ૧ સપ્ટેમ્બરના રોજ માન્ચેસ્ટરમાં જ રમાશે. ૧૫ મહિના પછી બંને ટીમો વચ્ચે ટી-૨૦ રમાશે. ગયા વર્ષે કાર્ડિફમાં રમાયેલી એક માત્ર ટી-૨૦માં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને ૭ વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાન પાસે ૪ વર્ષ પછી ઇંગ્લેન્ડને ટી-૨૦ શ્રેણીમાં તેના ઘરે જ હરાવવાની તક છે. ૪ વર્ષ પહેલા, મહેમાન ટીમે માન્ચેસ્ટરમાં એકમાત્ર ટી-૨૦ મેચમાં ઇંગ્લેન્ડને ૩૧ રને હરાવ્યું હતું. પાકિસ્તાન ૭, જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ૬ મહિના પછી ટી-૨૦ સીરિઝ રમી રહી છે. બંને દૃેશોએ તેની છેલ્લી ટી-૨૦ શ્રેણી જીતી હતી. પાકિસ્તાને આ વર્ષની શરૂ આતમાં ૩ ટી-૨૦ શ્રેણીમાં બાંગ્લાદેશને ૨-૧થી હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં દક્ષિણ આફ્રિકાને તેના ઘરે જ માત આપી હતી. ટી-૨૦ સીરીઝમાં પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ પર બધાની નજર રહેશે.
તે ટી-૨૦માં ટીમનો કેપ્ટન તેમજ વિશ્વનો નંબર વન બેટ્સમેન છે. તેણે અત્યાર સુધી ૩૮ ટી-૨૦માં ૫૦ની સરેરાશથી ૧૪૭૧ રન બનાવ્યા છે. આ વર્ષે તેણે બાંગ્લાદેશ સામેની બે ટી-૨૦ મેચોમાં ૬૬ રન બનાવ્યા છે. બીજી તરફ, ઇંગ્લેન્ડની કમાન વર્લ્ડ કપ જીતાડનાર ઓઇન મોર્ગનના હાથમાં છે. તેની કપ્તાની હેઠળ જ ઈંગ્લેન્ડે ગયા મહિને ૩ વનડે સીરિઝમાં આયર્લેન્ડને ૨-૧થી હરાવ્યું હતું. આ શ્રેણીમાં, કેપ્ટન મોર્ગને ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ ૧૪૨ રન બનાવ્યા હતા. તેમાં સદી પણ શામેલ છે. બંને દેશો વચ્ચે અત્યાર સુધી ૧૫ ટી-૨૦ રમાઈ છે. આમાં પાકિસ્તાન ૪ અને ઇંગ્લેન્ડ ૧૦ જીત્યું, જ્યારે એક મેચ ટાઈ થઈ છે.
તે જ સમયે, ઇંગ્લેન્ડમાં પાકિસ્તાનનો રેકોર્ડ સારો નથી. પાકિસ્તાને અહીં ૬ ટી-૨૦ રમી છે. તેમાંથી તેણે ફક્ત ૨માં જ જીત મેળવી છે, જ્યારે ૪માં હારનો સામનો કરવો પડ્યો છે. આ ગ્રાઉન્ડ બેિંટગ માટે સારું છે. અત્યાર સુધી રમાયેલીમાં ૮માંથી ૪ ટી-૨૦માં બીજી બેિંટગ કરનાર મેચ જીતી છે. જ્યારે પ્રથમ બેિંટગ કરનાર ટીમ માત્ર એક મેચ જીતી છે. બે મેચમાં રિઝલ્ટ નહોતું આવ્યું અને એક રદ્દ થઈ હતી. આ ગ્રાઉન્ડ પર છેલ્લી ટી-૨૦ મેચ બે વર્ષ પહેલાં થઈ હતી. ત્યારબાદ ભારતે યજમાન ઇંગ્લેન્ડને હરાવ્યું હતું. પાકિસ્તાન અને ઇંગ્લેન્ડ વચ્ચે આ ગ્રાઉન્ડ પર એક જ મેચ થઈ છે, જેમાં પાકિસ્તાને ૯ વિકેટે જીત મેળવી છે.