બનાસ ડેરીની લાખો પશુપાલકોને ભેટ, પશુપાલકો અને મંડળીઓને ચૂકવશે ૧૯૫૨ કરોડ રૂપિયા..૨૦.૨૭ ટકા ચૂકવાશે ભાવ વધારો…

એશિયાની સૌથી મોટી બનાસડેરીની આજે દિયોદરના સણાદર ખાતે 55મી વાર્ષિક સાધારણ  સભા બનાસડેરીના ચેરમેન અને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઈ હતી. જ્યાં બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરીએ લાખો પશુપાલકોને 20.27 ટકા ભાવ વધારો આપવાની જાહેરાત કરતા લાખો પશુપાલકોમાં ખુશી ફેલાઈ હતી.

બનાસડેરીએ આજે જાહેર કરેલો ઐતિહાસિક ભાવ ફેર વધારામાં 1852 કરોડ રૂપિયા પશુપાલકોને તેમજ 100 કરોડ રૂપિયા દૂધ મંડળીઓને ભાવ વધારો આપશે એટલે કે પશુપાલકને 1952 કરોડ રૂપિયા જેટલો ભાવ વધારો મળશે.બનાસડેરીનું ગત વર્ષે 15 હજાર કરોડ ટર્ન ઓવર હતું આ વર્ષે 18 હજાર કરોડ ટર્ન ઓવર પહોંચ્યું છે. જેમાં બનાસડેરી દ્વારા પ્રતિકીલો દૂધના ફેટે 948 રૂપિયા સૌથી વધારે ભાવ આપવામાં આવ્યો છે. બનાસડેરી એ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠક મા પસાર કર્યા હતા.પશુપાલકોની ઉતરો ઉતર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેવા બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે. વર્ષ 2015 થી બનાસ ડેરી સતત દૂધનો ભાવ વધારો આપતી રહી છે ત્યારે આગામી સમયમાં પણ પશુપાલકોને બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ થકી વિવિધ કામો થકી પશુપાલકોને દૂધનો ભાવ વધારો મળી રહે તેવા પ્રયત્નો કરાશે. બનાસ મેડિકલ કોલેજમાં પશુપાલકોના 20 પેસા લેવામાં આવતા હતાતે પણ હવે બંધ કરવામાં આવશે, મેડિકલ કોલેજમાં પશુપાલકોના સંતાનોની મેડિકલ ફી પચાસ ટકા લેવાય છે.

બનાસડેરી દ્વારા જિલ્લાના લાખો પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો આપતા જિલ્લામાં પશુપાલન કરતા લાખો પશુપાલકોમાં ખુશી છવાઈ છે, જેને લઈને પશુપાલકોને ઐતિહાસિક ભાવ વધારો મળતાં તેમને ખુશી વ્યક્ત કરી હતી