- ઇસ્કોન બ્રિજ અકસ્માત: યુપીમાં આવી કોઇ ઘટના બને તો સીધુ બુલડોઝર ફેરવી દેવાય છે, યુપીની જેમ કામગીરી બધે થવી જોઇએ.: લોક સાહિત્યકાર
અમદાવાદ, અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ પર બે દિવસ પહેલા તથ્ય પટેલે સર્જેલા વિનાશક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાન સહિત 9 લોકોના દર્દનાક મોત થયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. લોકો અને મૃતકોના પરિવારજનો આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. આ વચ્ચે હવે અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
તેમણે જણાવ્યું કે, અમદાવાદમાં જે ઘટના બની તે ખૂબ જ દુઃખદાયી છે. મૃતકોના પરિવારને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે. આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ઘણી વખત જાહેરમાં સ્ટંગની ઘટના સામે આવતી હોય છે. આજના દિકરા દિકરીઓ બહાર જતા હોય છે. ત્યારે માતા-પિતાએ પોતાના બાળકોનું ધ્યાન રાખવુ જોઇએ. દિકરા-દિકરી ક્યા જાય છે તેના પર માત-પિતાએ ધ્યાન રાખવુ જોઇએ.
રાજભા ગઢવીએ જણાવ્યું કે, અગાઉ પણ બે લોકોને ઉડાવનાર BMW વાળો જામીન પર ફરે છે, ગ્રીષ્માનું ગળુ કાપનાર જેલમાં મોજ કરે છે. આવી અનેક ઘટનાઓ બની રહી છે. બુદ્ધીજીવી માણસો ચુપ રહે તે યોગ્ય ન કહેવાય. યુપીમાં આવી કોઇ ઘટના બને તો સીધુ બુલડોઝર ફેરવી દેવાય છે. તે આપણો ભારતનો ભાગ છે અને સરહાનીય છે. યુપીની જેમ કામગીરી બધે થવી જોઇએ.
વિદેશના કાયદા કેવા છે તેવા કાયદા ભારતમાં પણ હોવા જોઇએ, કોઇને આ રીતે અડફેટે લઇને ગાડીઓ ચલાવવી તે યોગ્ય નથી. પૈસા હોય એટલે પોતે સર્વસ્વ સમજવું તે ચાલે નહીં. બાળકો કાફેમાં બેસે અને માતા-પિતા કહે મિત્રો સાથે ગયા છે. આપડા બાળકોની જવાબદારી આપડી હોય છે તેવું રાજભા ગઢવીએ જણાવ્યું છે.
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.