બીએમસી હેડક્વાર્ટરમાં તમામ રાજકીય પક્ષોની ઑફિસો સીલ લગાવવામાં આવ્યું

  • મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથને વધુ એક ઝટકો: શિંદેએ ખેલ્યો એવો જોરદાર ખેલ કે ૨૫ વર્ષની બાદશાહત ખતમ!

મુંબઇ,

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી)એ શિવસેના ના બંને જૂથો વચ્ચે થયેલી બાદ બૃહન્મુંબઈ મહાનગર પાલિકના મુખ્યાલયમાં તમામ રાજકીય પક્ષોની ઑફિસોને સીલ કરી દીધી છે. મહાનગર પાલિકાના આયુક્ત ઈકબાલ સિંહ ચહલે, જેઓ બીએમસીના એડમિનિસ્ટ્રેટર પણ છે. તેમણે આ ઘટના વિશે વાતચીત કરી હતી.તેમણે કહ્યું કે બુધવારે બીએમસીના મુખ્યાલયમાં બનેલી ઝડપની ઘટના બાદ બીએમસીએ મુંબઈ પોલીસ ની સૂચના પર આ પગલું ભરવામાં આવ્યું છે, જેના હેઠળ ગ્રાઉન્ડ લોર પર તમામ મોટા રાજકીય પક્ષોની ઑફિસને સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદે ના નેતૃત્વમાં બંને જૂથો બુધવારે સાંજે દક્ષિણ મુંબઈમાં બીએમસીના મુખ્યાલયમાં સામસામે આવી ગયા હતા. પોલીસે દરમિયાનગીરી ન કરી ત્યાં સુધી પરિસરમાં એક કલાક સુધી તંગદિલી સર્જાઈ હતી.

એકનાથ શિંદેની આગેવાની હેઠળના બાલાસાહેબચી શિવસેનાના પ્રવક્તા શીતલ મ્હાત્રેએ જણાવ્યું હતું કે “વહીવટીતંત્રે બૃહન્મુંબઈ મહાનગર પાલિકાન મુખ્યાલયમાં શિવસેના, કૉંગ્રેસ, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના કાર્યાલયોને સીલ કરી દીધા છે.” એક રાજકીય કાર્યર્ક્તાએ જણાવ્યું કે જ્યારે તેઓ ગુરુવારે સવારે ઑફિસ પહોંચ્યા તો તેમને મ્સ્ઝ્ર હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ લોર પર તેમની પાર્ટીની ઑફિસ સીલ કરેલી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે બુધવારે શિવસેનાના બંને જૂથો દક્ષિણ મુંબઈમાં બૃહન્મુંબઈ મહાનગર પાલિકાના મુખ્યાલયમાં સ્થિત પાર્ટી કાર્યાલયમાં આમને-સામને આવી ગયા હતા. મુખ્યપ્રધાન એકનાથ શિંદેના સમર્થકો અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો, પરંતુ મુખ્યાલય પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો.અગાઉ મુંબઈ અને નાગપુર વિધાનભવનમાં શિવસેનાના કાર્યાલય પર કબજો કરવાને લઈને શિંદે અને ઠાકરે જૂથ વચ્ચે લડાઈ થઈ ચૂકી છે. નવી દિલ્હી સ્થિત સંસદ ભવનમાં પણ શિવસેનાના કાર્યાલય પર કબજો કરવાને લઈને બંને પક્ષના સાંસદો વચ્ચે વિવાદ શરૂ થયો છે. હવે મ્સ્ઝ્રમાં શિવસેનાની ઑફિસ પર કબજો કરવાને લઈને બે જૂથો વચ્ચે મોટો હોબાળો થયો છે.મહારાષ્ટ્રના રાજકારણમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે રાજકીય યુદ્ધ ચરમસીમાએ પહોંચતું જણાય છે.એકનાથ શિંદેએ સૌથી પહેલા ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે બળવો કર્યો હતો. શિંદેએ પહેલા પોતાના ૪૦ ધારાસભ્યોને તોડી નાખ્યા અને ૧૨ સાંસદોને પોતાની સાથે જોડ્યા અને ધીમે ધીમે પાર્ટીને કબજે કરવાની ઝુંબેશ શરૂ કરી. આલમ એ છે કે એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની સત્તા મર્યાદિત કરી દીધી છે. ધીરે ધીરે, ઠાકરે જૂથના પદાધિકારીઓ અને કાર્યકરો પણ શિંદે જૂથમાં જોડાતા જોવા મળી રહ્યા છે. પક્ષના નામ અને ચિહ્નને લઈને હજુ પણ ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ વચ્ચે કેન્દ્રીય ચૂંટણી પંચ તેમજ સુપ્રીમ કોર્ટમાં લડાઈ ચાલી રહી છે, પરંતુ સંખ્યાના આધારે, અસલી શિવસેના અને ઉદ્ધવ ઠાકરે જૂથ છે. શિવસેના નકલી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. મામલો અહીં પૂરો નથી થયો, એકનાથ શિંદેએ હવે ઉદ્ધવ ઠાકરે જૂથની સરકારી ઓફિસો પર પણ કબજો કરવાનું શરૂ કરી દીધું છે. સૌ પ્રથમ, તેમણે નાગપુર વિધાનસભામાં વર્ષોથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના દ્વારા કબજો મેળવ્યો. જે બાદ બુધવારે સાંજે દેશની સૌથી ધનાઢ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન મ્સ્ઝ્રમાં બે દાયકાથી વધુ સમયથી સત્તામાં રહેલી શિવસેનાની ઓફિસ પર પણ શિંદે જૂથે કબજો કરી લીધો છે.