
મુંબઇ,
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ૨૮ ડિસેમ્બરના રોજ તેનો ૧૩૮મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ પ્રસંગે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈ ગયા હતા. મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ ભાઈ જગતાપે ખડગેની સામે આગામી બીએમસ ચૂંટણી એકલા હાથે લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ભાઈ જગતાપે મલ્લિકાર્જુન ખડગેને કહ્યું કે છેલ્લા ૨ વર્ષમાં જો કોઈ પાર્ટીના કાર્યર્ક્તાઓએ રસ્તા પર સૌથી વધુ આંદોલન કર્યું હોય તો તે કોંગ્રેસના કાર્યકરો છે. તેમણે કહ્યું કે, ‘પાર્ટી કાર્યર્ક્તાઓ સંપૂર્ણ રીતે તૈયાર છે, તેથી હું રાષ્ટ્રીય અધ્યક્ષ ને વિનંતી કરું છું કે આગામી BMC ચૂંટણીમાં અમને એકલા લડવાની મંજૂરી આપો.’ મલ્લિકાર્જુન ખડગે દ્વારા લેવામાં આવેલા બાકીના નિર્ણયો તેમને સ્વીકાર્ય રહેશે. કોંગ્રેસ પાર્ટીનું મહાવિકાસ અઘાડીથી મોહભંગ થઈ ગયો છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ઉપરાંત રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી, કન્હૈયા કુમાર, કેસી વેણુગોપાલ, એચકે પાટીલ, અશોક ચૌહાણ, પૃથ્વીરાજ ચૌહાણ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ નાના પટોલે કોંગ્રેસ પાર્ટીના ૧૩૮મા સ્થાપના દિવસના અવસર પર હાજર રહ્યા હતા.