બ્લોક રિસોર્સ સેન્ટર, અંબાલી ખાતે શિક્ષણ સમિતિના ચેરમેન અધ્યક્ષપણાની ઉપસ્થિતમાં પરિચય બેઠક મળી

ગોધરા, ગોધરા તાલુકાના અંબાલી ગામે બી.આર.સી કચેરી ખાતે પંચમહાલના સી.આર.સી તેમજ બીટ નિરીક્ષકોની અગત્યની બેઠક જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન અરવિંદસિંહ પરમારની અદ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જેમાં તમામ સી.આર.સી અને બીટ નિરીક્ષકો હાજર રહ્યા હતા. જેઓના દ્વારા પોતાના હસ્તક આવતી શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શાળાની ભોતિક સુવિધાઓ સહિત વિવિધ પ્રવુતિઓ બાબતે ચર્ચા કરી હતી.

પરમાર દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષની અંદર બાળકોના સર્વાગી વિકાસ અને શિક્ષણના પ્રશ્નોનું નિરાકારણ કરી ગુણવતા સુધારવા માટે વિગતવાર સૂચનો અને માર્ગદર્શન આપેલ.

સી.આર.સી અને બીટ નિરીક્ષકો નવનિયુક્ત ચેરમેનનું શાલ, બુકે અને મોમેન્ટો દ્વારા સન્માન કરી તેઓની ચેરમેન તરીકે વરણી થવા બદલ હર્ષની લાગણી વ્યક્ત કરેલ અને અભિનંદન પાઠવેલ.