૧૯૯૭માં આવેલી ફિલ્મ બોર્ડરને જોઈને લોકો આજે પણ દેશભક્તિમાં ડૂબી જાય છે. તેના ગીત આજે પણ રુંવાડા ઉભા કરી દે છે. જે પી દત્તાના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ લોકોમાં દેશભક્તિની ભાવના જગાડે છે. આ ફિલ્મને જોઈને લોકોમાં જોશ પણ આવે છે અને લોકો રડી પણ પડે છે. બ્લોકબસ્ટર સાબિત થયેલી ફિલ્મ બોર્ડરના ૨૭ વર્ષ પછી બોર્ડર ૨ ફિલ્મ આવી રહી છે. બોર્ડર ૨ ફિલ્મનું અનાઉન્સમેન્ટ સની દેઓલ એ જોરદાર અંદાજમાં કર્યું છે.
બોર્ડર ૨ ફિલ્મ અંગે ચર્ચાઓ ઘણા સમયથી ચાલી રહી હતી. પરંતુ આ ફિલ્મ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી ન હતી. પરંતુ હવે ફિલ્મના મુખ્ય કલાકાર એવા સની દેઓલે આ અંગે પુષ્ટિ કરી દીધી છે અને સાથે જ ફિલ્મની એક ઝલક પણ દેખાડી દીધી છે. સની દેઓલ એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે બોર્ડર ૨ ની એક ઝલક પણ દેખાડી દીધી. ઈંસ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા આ વીડિયોમાં સની દેઓલના અવાજમાં દમદાર ડાયલોગ સાંભળવા મળે છે. એટલે કે સની દેઓલના દમદાર અવાજમાં બોર્ડર ૨ ફિલ્મનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે.
આ વિડીયો શેર કર્યાની સાથે જ વાયરલ થવા લાગ્યો છે. વિડીયો શેર કરીને કેપ્શનમાં લખવામાં આવ્યું છે ભારતની સૌથી મોટી ફિલ્મ વોર ફિલ્મ બોર્ડર ૨. આ ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધી દત્તા હશે આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ સિંહ કરશે. ફિલ્મમાં સની દેઓલ હશે તે વાત તો કન્ફર્મ છે પરંતુ તેની સાથે અન્ય કયા કલાકારો હશે તે જાણવા લોકોને ઉત્સુક્તા વધી ગઈ છે.