બીજેપીની ટીકીટ માટેની નવી માર્ગદર્શિકા સાથે મહિસાગર જીલ્લાના જુના જોગીઓની આશાઓ ઉપર પાણી ફર્યું

લુણાવાડા,
ગાંધીનગર બીજેપી પાર્લામેન્ટરી બોર્ડને સંકલન સમિતિ દ્વારા સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ૩ ટર્મ પુરી કરનાર અને ૬૦ વર્ષ ઉપરના ઉમેદવારો ટીકીટ નહિ આપવાના નિર્ણય સાથે મહિસાગર જીલ્લાના જુના જોગીઓની આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે.

રાજ્યની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં બીજેપી પાર્લામેન્ટરી બોર્ડ અને સંકલન સમિતિ દ્વારા ટીકીટ માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી હતી. તેમાં સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં ત્રણ ટર્મ પુરી કરી હોય તેવા તેમજ ૬૦ વર્ષની ઉંમર પુરી કરી હોય તેવા લોકોને ટીકીટ આપવામાં આવશે નહિ. તેવી માર્ગદર્શિકા સાથે મહિસાગર જીલ્લાના જીલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચુંટણીમાં ૩ ટર્મ પુરી કરી હોય તેવા તેમજ ૬૦ વર્ષની ઉંમર પુરી કરી હોય તેવા બીજેપીના નેતાઓની પાર્ટીના નવા નિયમ સાથે ટીકીટ કપાઈ જતાં જુના જોગીઓના સપનાં અને આશાઓ ઉપર પાણી ફરી વળ્યું છે. મહિસાગર જીલ્લામાં બીજેપીના જુના જોગીઓની નવી માર્ગદર્શિકા સાથે ટીકીટ કપાઈ જતાં પોતાના માનીતાને ટીકીટ આપવા માટેના સોગટા ગોઠવા પડયા છે.હવે જોવું રહે કે આવા જુના જોગીઓની ઈચ્છા મુજબના દાવેદારોને ટીકીટ મળે છે કે કેમ તેવા અને પ્રશ્ર્નો જુના જોગીઓને સતાવી રહયા છે.