ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિર્મલા સિથારમન દ્વારા સર્વાંગી વિકાસ અને હિકરી બજેટ મોદી સરકાર દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવ્યું હતું જેની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાના હેતુ થી આ પ્રેસકોન્ફરન્સ યોજાઈ જેમાં દાહોદ જીલ્લા ભાજપ અહ્યક્ષ શંકર આમલિયાર, ધારાસભ્ય વડોદરા કેયુર રોકડીયા, ધારાસભ્ય દાહોદ કનૈયાલાલ કિશોરી, કાર્યક્રમના ઇન્ચાર્જ નેહલ શાહ તથા મોટી સંખ્યામાં પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કેયુર્ભાઈ એ માહિતી આપતા જણાવ્યું હતું કે આ બજેટનો મુખ્ય ગોલ રાજ્યનું એસ્પિરેશન શું છે. જરૂરિયાતને ધ્યાને રાખી બજેટ બનતું હોય છે ને રક્ષા બજેટ ત્રણ ઘણું વધાર્યું છે.
આ વર્ષનું બજેટ 44 લાખ કરોડ છે, દસ વર્ષમાં બજેટ ત્રણ ઘનું વધી ગયું છે બજેટ મોંઘવારી ઉપર આધારિત છે. જે ગયા વખતે ઇન્ફ્લેશન ઓછું રહે એવું બજેટ બનાવમાં આવે છે. આ વખતે ગરીબો, ખેડૂતો , મહિલાઓ અને યુવાઓને દ્યમાં રાખી બજેટ નું પ્રાવધાન કરવામાં આવ્યું છે.
દેશમાં કોવિડ પછી 80 કરોડ લોકોને મફત અનાજ વધુ પાંચ વર્ષ માટે આપવાનું નક્કી કર્યું છે અને મધ્યમ વર્ગ માટે પણ આયુષ્માન નો લાભ 70 વર્ષ થી વધુ ઉમર ના લોકોને લાભ આપશે.
સૌથી મોટો ખેડૂતોનો પ્રશ્ર્નો જમીન મલિકીનો હોય છે, તેના માટે પણ અલયદી જોગવાઈ કરી છે અને તેઓ માટે “ભુ આધાર”ની ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
500 ટોપ કંપનીમાં ઇન્ટરનશિપ સરકારે કમપ્લસરી છે અને એનાથી એક કરોડ યુવાઓને લાભ થશે. મોદી સરકારનું આ બજેટ દેશ માટે વિકાસલક્ષી અને દેશની સુરક્ષા માટે પણ હિતકારી છે અને એમાં આદિવાસીઓ માટે પણ વિકાસલક્ષી વિવિધ યોજનાઓ નો સમાવેશ કરી આદિવાસીના વિકાસની ગઠાને પણ વધુ વેગ આપવામાં આવ્યો છે.