પંચમહાલ અને કાલોલ ભાજપના વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા વાયરલ

કાલોલ વિધાનસભા વિસ્તારના એક સક્રિય કાર્યકરના વોટસએપ પરથી ભાજપના વોટસઅપ ગૃપોમાં અશ્લીલ ફોટા વાયરલ થતા ભાજપાના કાર્યકરોમાં ભારે ચર્ચાઓ ચાલતી હતી. પરંતુ તાલુકા કાલોલ તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય કાર્યક્રર દ્વારા ગૃપમાં અશ્લીલ ફોટા મુકયા હતા. પંચમહાલ ભાજપના કાર્યકરોના ગૃપોમા પણ મહિલાઓ તેમજ અલગ-અલગ મોરચાની મહિલાઓ અને યુવાનો પણ ગૃપમાં જોડાયેલા છે.

કાલોલ તાલુકાના કાર્યકરે મુકેલા અશ્લીલ ફોટાનો સ્ક્રીન શોટ વાઇરલ થયા હતા. ગૃપોમા અશ્લીલ ફોટા વાયરલ થતા કેટલાક કાર્યકરોએ મોબાઇલ ફોન હેક થયાના રટણ રટયા હતા. હાલ કેટલાક ગૃપોમાથી અશ્લીલ ફોટા ડિલીટ કર્યા છે. તો કેટલાકમાં છ કલાક ઉપરાંત પછી પણ ફોટા યથાવત જોવાં મળ્યાં છે.શિસ્ત બદ્ધ કહેવાતી પાર્ટીના કાર્યકરોના ગૃપમાં અશ્લીલ ફોટા વાયરલ થતાં લોકોમાં પણ અનેક ચર્ચાઓ ચાલતી હતી.

વોટસએપ હેક થયું હતું કાર્યકર દ્વારા ગૃપોમાં ફરતી પી.એમ.કિશાન યોજનાની લિંક ખોલતા તેમનું વોટસએપ હેક થયુ અને અશ્લીલ ફોટા ગૃપમા વાયરલ થયા. કાર્યકરે જાણી જોઈ ને ફોટા વાયરલ કર્યા નથી. – નરેન્દ્રભાઈ ગોહિલ, પ્રમુખ, કાલોલ તાલુકાના મંડળ