લખનૌ,
લોક્સભા ૨૦૨૪ની ચૂંટણીમાં ભાજપને માત આપવા મમતા બેનર્જીએ ત્રીજા મોર્ચાની જાહેરાત કરી છે. તેમના સપોર્ટમાં સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે દોસ્તીનો હાથ આગળ કરતા બિન-કોંગ્રેસી મોર્ચાને તેમનું સમર્થન હોવાનું કહેવાય છે.પરંતુ બાદમાં તેમને ગઠબંધનમાં તિરાડ પડી હતી. અખિલેશ કોંગ્રેસ અને રાહુલથી દૂર થઈ ગયા હતા. છતાં તેમણે કોંગ્રેસના પરંપરાગત બેઠક પર પોતાના ઉમેદવાર ઉતાર્યા નહોતા. જોકે આ વખતે અખિલેશે કોંગ્રેસ સાથે નહીં જતા મમતા સાથે બિન-કોંગ્રેસી મોર્ચામાં રસ દેખાડયો છે અને આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સામે પણ ઉમેદવાર ઊભો રાખવાની તૈયારી કરી છે.
અંદરની વાત મુજબ છેલ્લા થોડા વર્ષોમાં મમતા અને અખિલેશ વચ્ચે દોસ્તી વધી છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધપક્ષમાં જવાને બદલે બિનકોંગ્રેસી ત્રીજો મોર્ચો રચીને કોંગ્રેસ કરતા પોતાનો હાથ ઉપર રાખવાની મમતા, અખિલેશ અને તેલંગણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખરની યોજના છે.