બીજેપીએ વરૂણ ગાંધીને લોકસભા ટિકીટ આપવાનો ઈન્કાર કર્યા બાદ રાજકારણ ગરમાયુ છે. હવે કોંગ્રેસે વરૂણ ગાંધીને ખુલ્લી ઓફર આપી છે.

બીજેપીએ વરૂણ ગાંધીને લોકસભા ટિકીટ આપવાનો ઈન્કાર કર્યા બાદ રાજકારણ ગરમાયુ છે. હવે કોંગ્રેસે વરૂણ ગાંધીને ખુલ્લી ઓફર આપી છે.

બીજેપીએ આ વખતે ભાજપના સાંસદ વરુણ ગાંધીને ટિકિટ આપી નથી. આના પર કોંગ્રેસે તેમને પાર્ટીમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેરહામપુર મતવિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, વરુણ ગાંધીએ કોંગ્રેસમાં જોડાવું જોઈએ. જો તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે તો અમને ખૂબ આનંદ થશે. તે એક શિક્ષિત વ્યક્તિ છે. તેમની છબી સાફ છે.

અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, ભાજપે તેમને ટિકિટ આપવાની ના પાડી કારણ કે તેઓ ગાંધી પરિવારના છે. મને લાગે છે કે તેમણે કોંગ્રેસમાં આવવું જોઈએ. જો તેઓ કોંગ્રેસમાં જોડાશે તો તેમને સંપૂર્ણ સન્માન મળશે. અમને ખુશી થશે કે તેઓ કોંગ્રેસનો ભાગ બની રહ્યા છે.