બીજેપી દ્વારા ઉમેદવારોની જાહેરાત સી.આર.પાટીલની ગાઈડ લાઈન કારણે મુકાઈ

  • પાર્લામેન્ટ્રી બોર્ડમાં સામેલ જસવંતસીંગ ભાભોરના ભાઈ શૈલેષ ભાભોરને લીમખેડા બેઠક પર ઉમેદવાર બનાવ્યા.
    દાહોદ,
    દાહોદ જિલ્લાની વિધાન સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ દાહોદ જિલ્લાની કુલ 6 વિધાનસભા માટે આજરોજ 4 વિધાનસભાના ઉમેદવારોની જાહેર કરી દેવામાં આવી છે. લગભગ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પગપેસારા બાદ ભારતીય જનતા પાર્ટી કોઈ રિશ્ક લેવા માંગતી ન હોય તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. બાકી પહેલા ચર્ચાઓ એવી હતી કે આ વખતે ઘણા જુના જોગીયોની ટીકીટ કપાઈ જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આજરોજ જાહેર કરેલા ઉમેદવારોના નામો સૌ કોઈ માટે ચોંકાવનારા છે. ખાસ કરીને દાહોદ જિલ્લાની વિધાનસભાની વાત કરીએ તો દાહોદ વિધાન સભા માટે મજબુત દાવેદારો ગણતા એવા કનૈયાલાલ કિશોરી, ફતેપુરા માટે દંડક એવા રમેશભાઈ કટારા, દેવગઢ બારીઆમાં બચુભાઈ ખાબડ અને લીમખેડામાં શૈલેષભાઈ ભાભોર જેઓ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરના ભાઈ છે તેઓને ટીકીટ આપવામાં આવી છે. ત્યારે બીજી તરફ સી.આર. પાટીલ દ્વારા અગાઉ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં પરિવારવાદ કે સગાવાદને ટીકીટ આપવામાં આવશે નહીં પરંતુ તે તમામ નિયમો નેવે મુકી આ વખતની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી કોઈ રિશ્ક લેવા માંગતી ન હોવાને કારણે લીમખેડામાં સાંસદ જશવંતસિંહ ભાભોરના ભાઈ શૈલેષભાઈ ભાભોરને ટીકીટ ફાળવી દેવાતાં લોકોમાં અનેક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હતું.