
બીટએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. તેની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન હોય છે તથા તેની અંદર ખૂબ જ નહિવત માત્રામાં ચરબી હોય છે. આથી તેનું જ્યુસ બનાવી તેનું સેવન સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. બીટ પ્રાકૃતિક સુગરનો સૌથી સારામાં સારો સ્ત્રોત માનવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું નિયમિતરૂપે બીટનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે કઈ રીતે છે ઉપયોગી?

પાચનશક્તિ વધારવા:
નિયમિતરૂપે બીટનું સેવન કરવામાં આવે તો તેના કારણે તેમને કમળાની અને હિપેટાઈટિસ જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત તમને ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે. આથી જો નિયમિત રૂપે બીટના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે તમને પેટને સંબંધીત દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. સવારના નાસ્તામાં એક ગ્લાસ જેટલા બીટનું જ્યૂસ અને તેની અંદર એક ચમચી જેટલું મધ ભેળવીને સેવન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

કબજીયાત અને હરસ:
નિયમિતરૂપે બીટના જ્યુસનું સેવન તમને કબજિયાતની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો અપાવે છે. આ ઉપરાંત હરસના દર્દીઓ માટે પણ બીટનું સેવન ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. રાત્રે સૂતી વખતે એક ગ્લાસ અથવા તો અડધો ગ્લાસ જેટલું બીટના જયૂસને સેવન કરવામાં આવે તો તેના કારણે તે ખૂબ જ લાભકારી સાબિત થાય છે.
બીટમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ રહેલું છે. જેના કારણે શરીરમાં સ્નાયુઓમાં વધુ સારી રીતે કાર્ય કરે છે. શરીરમાં પોટેશિયમના અભાવને કારણે નબળાઈ, ખંજવાળ અને થાક દૂર થાય છે. જો તમારા શરીરમાં કોલેસ્ટેરોલનો સ્તર વધી જાય છે તો બીટનો રસ તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે.બીટ એનિમિયાથી પીડિત લોકો માટે એક વરદાન તરીકે કામ કરે છે.
તેમાં રહેલા આયર્ન શરીરમાં લોહીની અછત પૂરી કરવા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે. ડાયાબિટીસના દર્દીઓ માટે બીટ ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી સ્વીટ ખાવાની ઈચ્છાને એકદમ શાંત રાખી શકાય છે અને તે લોહીમાં સુગરના પ્રમાણને લેવલમાં રાખવાનું કામ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક:
સફેદ બીટને પાણીની અંદર ઉકાળી લઈ અને ત્યારબાદ તેને ગાળી લો. હવે આ પાણીને કોઈપણ જગ્યાએ થયેલા ફોડકામાં બળતરા અથવા તો ખીલની જગ્યાએ ઉપયોગ કરવામાં આવે તો તેના કારણે ત્વચા સંબંધી આ દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
અન્ય બીમારીઓ માટે
બીટના જયૂસને અંદર અકાર્બનિક કેલ્શિયમ હોય છે અને આથી જ તેનું સેવન કરવાના કારણે તમને હાર્ટને લગતી દરેક સમસ્યાઓ જેવી કે હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ અટેક જેવી સમસ્યાઓમાંથી છુટકારો મળે છે. આ ઉપરાંત તમને કિડની અને પિતાશયની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. આ માટે બીટના જયૂસની સાથે ગાજરનું જ્યુસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
ખોડા માટે:
બીટના રસમાં થોડો વિનેગર ભેળવી તેને વાળમાં લગાવી લો અને ત્યારબાદ બીટના પાણીને આદુના રસની અંદર પલાળી રાખી, રાત્રે મસાજ કરો અને ત્યારબાદ સવારમાં તમારા વાળને સાફ પાણીથી ધોઈ લો. આમ કરવાથી વાળમાં થયેલા ખોડાની સમસ્યામાંથી છુટકારો મળે છે.