બર્થડેના દિવસે બોયફ્રેન્ડ શિખર પહાડિયા સાથે જાહન્વીએ તિરુપતિ બાલાજીના દર્શન કર્યા

મુંબઇ,બોલિવૂડ એક્ટ્રેસ જાહન્વી કપૂર અનેક લોકોના દિલમાં રાજ કરે છે. પહેલી ફિલ્મ ધડકથી લોકોનું દિલ જીતી લીધુ છે. ત્યારબાદ અનેક મોટી ફિલ્મોમાં નજરે પડી. જાહન્વીની એક્ટિંગ લોકોને ઇમ્પ્રેસ કરી દે એવી હોય છે. જાહન્વી કપૂરે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માતા શ્રીદેવીના કદમ પર ચાલી રહી છે. જલદી એક્ટ્રેસ જૂનિયર એનટીઆર સાથે ફિલ્મ દેવારામાં જોવા મળશે. આજે જાહન્વી કપૂર એનો ૨૭મો બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસે એક્ટ્રેસને સોશિયલ મિડીયાથી લઇને બીજા અનેક સેલેબ્સે અલગ-અલગ અંદાજમાં બર્થ ડે વિશ કરી છે.

બર્થડેના આ ખાસ દિવસે એક્ટ્રેસ તિરુપતિ બાલાજીના દર્શન કરવા માટે પહોંચી છે, જ્યાંની કેટલીક તસવીરો અને વિડીયો આ સમયે સોશિયલ મિડીયામાં છવાઇ ગયા છે. આ તસવીરોમાં જાહન્વી કપૂર એકદમ મસ્ત લાગી રહી છે. જાહન્વી કપૂર પૂરા મનથી દર્શન કર્યા છે.

જાહન્વી કપૂરે એના બર્થડેના દિવસે બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને દોસ્ત ઓરી સાથે તિરુપતિ બાલાજીમાં મંદિરમાં દર્શન કર્યા. આ સમયે જાહન્વી એકલી નહીં, પરંતુ આ બન્ને વ્યક્તિ સાથે મંદિરમાં પહોંચી હતી. મંદિરમાં દર્શન કરવા માટે જાહન્વીએ લાલ સાડી પહેરી હતી. આ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે ઝુમકા અને નેકલેસ પણ પહેર્યા હતા.

ટ્રેડિશનલ લુકમાં જાહન્વી કપૂર હંમેશાની જેમ મસ્ત લાગી. આ સાથે શિખર પહાડિયા અને ઓરી વેષ્ટિ પહેરેલા જોવા મળ્યા. ત્રણેય આ દરમિયાન ભગવાન વેંકટેશ્ર્વર સ્વામીન ભક્તિમાં લીન જોવા મળ્યા. વેંકટેશ્ર્વર સ્વામીના દર્શન દરમિયાન ત્રણેયનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થઇ રહ્યો છે.

આમ, તમને જણાવી દઇએ કે જાહન્વી કપૂર બોલિવૂડના એ સિતારાઓમાંથી એક છે જે પૂજા-પાઠમાં વધારે વિશ્ર્વાસ રાખે છે. આ પહેલાં પણ જાહન્વી કપૂર અનેક વાર ફેમિલી અને બોયફ્રેન્ડની સાથે તિરુપતિ બાલાજી મંદિરમાં જોવા મળી છે. આ વખતે સાડીમાં સાદગી વાળા અંદાજની સાથે મંદિર જતી સ્પોટ થઇ છે.