- રાજ્યમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો
- હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
- 9 જૂન સુધી વાવાઝોડું દરિયામાં સક્રિય થશે
- વાવાઝોડાની ગુજરાતમાં કેવી થશે અસર?
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈ મોટી અપડેટ સામે આવી છે. વિગતો મુજબ અરબી સમુદ્રમાં સક્રિય થયેલ બિપોરજોય વાવાઝોડુ હાલ પોરબંદરથી 110 કિલોમીટર દૂર છે. તો ગોવાથી સમુદ્રમાં 900 કિમી દૂર અને મુંબઈથી સમુદ્રમાં 1 હજાર 30 કિલોમીટર દૂર છે. મહત્વનું છે કે, આ બિપોરજોય વાવાઝોડું ધીમે-ધીમે આગળ વધી રહ્યું છે. સંભવિત વાવાઝોડાને લઈ તંત્ર એક્શનમાં છે. જેને લઈ સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. ત્યારે વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે.
વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ: અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે,’દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે. દરિયામાં પવનની ગતિ 70થી 90 કિમી રહેશે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. અરબ સાગર મોટો હોવાથી વાવાઝોડાના ટ્રેક અંગે કહેવું મુશ્કેલ છે. 11થી 14 જૂન ઓમાન તરફ ફંટાતા સમુદ્રના પવનની ગતિ 200 કિમીથી વધુ રહી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમા અતિભારે વરસાદની શક્યતા છે. તો ઉત્તર, પૂર્વ, મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યના કેટલાક ભાગમાં 4 ઈંચથી વધુ વરસાદ થઈ શકે છે.
8 જૂને કેવી અસર થશે?
– પવનની ઝડપ 125 કિમી સુધી પહોંચવાની શક્યતા
– સાંજના સમયે પવનની ઝડપ 145 કિમી થવાની શક્યતા
– કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
9 જૂને કેવી અસર થશે?
– મધ્ય અરબી સમુદ્ર પર 155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
– સાંજે પવનની ઝડપ 165 કિમીની થવાની શક્યતા
– દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં પવનની ઝડપ 70 કિમી રહેવાની શક્યતા
– કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
10 જૂને કેવી અસર થશે?
– મધ્ય અરબી સમુદ્ર પર 145-155 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
– દક્ષિણ અરબી સમુદ્રના નજીકના વિસ્તારોમાં 60 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન
– કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્રના દરિયાકાંઠે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા