ગોધરા, બીપોરજોય વાવાઝોડાના પગલે પંચમહાલ જીલ્લા સહિત ગોધરાના વાતારવણમાં પલ્ટો જોવા મળ્યો. દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે પવન ફુંકાયો હતો. શહેરના અમુક વિસ્તારોમાં લાઈટો દિવસ દરમિયાન ડુલ રહેતા લોકો પરેશાન થયા.
બીપરજોય વાવાઝોડું કચ્છમાં જોખા બંદર ખાતે લેન્ડ ફોર થતાં ભારે પવન સાથે તરાજી સર્જી હતી. વાવાઝોડું દરિયા કિનારે ટકરાયા બાદ રાજયભરના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. બીપરજોય વાવાઝોડાની અસર પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં 16 જુનના રોજ જોવા મળી હતી. દિવસ દરમિયાન વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે સુસવાટા ભેર પવનો ફુંકાયા હતા. પવનો ફુંકાતા ગરમીથી આંશિક રાહત મળી હતી. સુસવાટા બંધ પવનો શરૂ થતાં શહેરના મોટાભાગના વિસ્તારોમાં દિવસ દરમિયાન લાઈટો બંધ રહી હતી. જેને લઈ બજારો, ધંધા, રોજગાર ઉપર અસર જોવા મળી હતી. જીલ્લામાં બીપરજોગ વાવાઝોડાની અસર 12 કલાક બાદ જોવા મળી હતી.