બિપાશાએ પતિ કરણ અને પુત્રી સાથે ગોવામાં માણી રજાઓ

એક્ટ્રેસ બિપાશા બાસુ હાલમાં જ પરિવાર સાથે ગોવા વેકેશન પર ગઈ હતી. એક્ટ્રેસે તેમના વેકેશનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં બિપાશા તેના પતિ અભિનેતા કરણ સિંહ ગ્રોવર અને તેમની 8 મહિનાની પુત્રી દેવી સાથે ગોવામાં મસ્તી કરતી જોવા મળી હતી.

વીડિયોમાં બિપાશા અને કરણ પોતાના બાળક સાથે સમય વિતાવી રહ્યા છે. વીડિયોની શરૂઆતમાં કરણ અને બિપાશા હોટલમાં જતા જોવા મળ્યા હતા. પછી બંનેએ તેમનો રૂમ બતાવ્યો, જેમાં એક ખાનગી પૂલ પણ હતો. આ પછી બંને વેકેશન એન્જોય કરતા જોવા મળે છે. વીડિયો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું, ‘બસ અમે ત્રણ અને અમારું સાહસ. આ ચોમાસામાં ગોવા ખૂબ જ સુંદર હતું.

બિપાશા અને પતિ કરણ સિંહ ગ્રોવરે ગયા વર્ષે નવેમ્બરમાં દીકરી દેવીનું સ્વાગત કર્યું હતું. બંનેના લગ્ન વર્ષ 2016માં થયા હતા. લગ્નના છ વર્ષ પછી 12 નવેમ્બર 2022 ના રોજ દંપતીએ તેમની પુત્રી દેવીનું સ્વાગત કર્યું. ત્યારથી બિપાશા અને કરણ તેમની પુત્રી સાથે સમય વિતાવી રહ્યા છે. બંનેની પહેલી મુલાકાત 2015માં ભૂષણ પટેલની ફિલ્મ ‘અલોન’ના સેટ પર થઈ હતી. આ ફિલ્મમાં બંનેએ પહેલીવાર સ્ક્રીન શેર કરી હતી. લગભગ એક વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંને લગ્નના બંધનમાં બંધાયા.

લગ્ન બાદ બિપાશાએ હજુ સુધી કોઈ નવી ફિલ્મ કરી નથી. કરણ સિંહ ગ્રોવર ટૂંક સમયમાં સિદ્ધાર્થ આનંદની એક્શન થ્રિલર ફિલ્મ ‘ફાઈટર’માં હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સાથે જોવા મળશે.