બિપાશા બાસુએ પહેલીવાર દેખાડ્યો તેની લાડલીનો ચહેરો, લોકોએ કહ્યું- પપ્પા જેવી લાગે છે

મુંબઇ,બોલીવુડ અભિનેત્રી બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવર હાલમાં તેમના જીવનની સુંદર ક્ષણો જીવી રહ્યા છે. આ બોલિવૂડ સ્ટાર કપલ જ્યારથી માતા-પિતા બન્યા છે ત્યારથી તેમનો મોટાભાગનો સમય તેમની પુત્રી દેવી સાથે વિતાવે છે. બિપાશા અને કરણ અવારનવાર તેમની પુત્રી સાથેની તસવીરો શેર કરતા હોય છે. પરંતુ હવે માતા બિપાશાએ પોતાની પુત્રીનો ચહેરો બધાને બતાવી દીધો છે.

હકીક્તમાં, કરણ અને બિપાશા તેમની પુત્રી દેવી સાથેની સુંદર પળોને કેમેરામાં કેદ કરીને શેર કરતા રહે છે. આ સ્ટાર્સ અવારનવાર તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દેવીની તસવીરો પોસ્ટ કરતા રહે છે. પરંતુ આ દંપતિએ ક્યારેય તેમની પુત્રીનો ચહેરો સ્પષ્ટપણે દર્શાવ્યો ન હતો. પરંતુ હવે બિપાશા અને કરણે તેમની પુત્રીનો સંપૂર્ણ ચહેરો બધાની સામે જાહેર કર્યો છે. આ કપલે પોતાની દીકરીનો બધા સાથે પરિચય પણ કરાવ્યો છે.

બિપાશાએ તેની પ્રિય પુત્રીની બે તસવીરો શેર કરી છે. જેમાં નાની દેવી પિંક કલરના કપડા પહેરેલી જોવા મળે છે. સાથે જ દેવીના માથા પર પટ્ટી પણ છે. આ તસવીર ખૂબ જ ક્યૂટ છે. આમાં બિપાશાની દીકરીનો હસતો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય છે. આ પોસ્ટ સાથે બિપાશાએ કેપ્શનમાં લખ્યું છે, હેલો વર્લ્ડપ હું દેવી છું. આ સાથે અભિનેત્રીએ ઘણી બધી ઈમોજીસ પણ લગાવી છે.

તસવીરો સામે આવ્યા બાદ હવે લોકો અનુમાન લગાવી રહ્યા છે કે દેવીનો ચહેરો કોની સાથે મળે છે. બિપાશા કે પછી કરણ સાથે. તો તેના જવાબમાં સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ કરતી વખતે કરણનું નામ લોકો લખી રહ્યા છે. યુઝર્સની સાથે સ્ટાર્સે પણ દેવીની તસવીરો પર કોમેન્ટ કરી છે. આ અંગે ટિપ્પણી કરતા સાઉથની અભિનેત્રી કાજલ અગ્રવાલે પણ દેવીને ક્યૂટ ગણાવી છે. તેમને આશીર્વાદ પણ આપ્યા હતા. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે, લાઈક બાપ લાઈક દીકરી. ત્યારે પ્રથમ વખત બોલિવુડ અભિનેત્રી બિપાશા બાસુએ પહેલીવાર પોતાની પુત્રી દેવીનો સંપૂર્ણ ચહેરો દુનિયાને બતાવ્યો છે. અભિનેત્રીએ નાનકડી દેવીને દુનિયા સમક્ષ રજૂ કરી છે.